પાટણ : પાટણ અને બનાસકાંઠા જિલ્લા નજીક પાકિસ્તાનની આંતર રાષ્ટ્રીય બોર્ડરને અડીને પસાર થતા સીંધાડા -સુઈગામ હાઈવે પર ડાલડી ગામ નજીક વધુ એક વખત કોઇ અસામાજિક તત્વો દ્વારા નાળાની તોડફોડ કરી હાઈવેને બંધ કરવાની કોશીશ કરવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે. 

આ બાબતે જિલ્લા અને તાલુકાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પોલીસને ત્રીજી વખત માર્ગને નુકસાન પહોંચાડવાની ફરીયાદ આપવામાં આવી છે. આ રોડ સરહદને અડીને આવેલો હોઈ ઈમરજન્સી સમયે લશ્કર માટે પણ અતિ મહત્વનો છે.છેલ્લા એકાદ માસથી આ હાઈવે પર અટકચાળા તત્વો દ્વારા કોઇપણ રીતે આ વિસ્તારના વાહન વ્યવહારને અટકાવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યાનું લોકો જણાવે છે.અગાઉ ડાલડી નજીક પુલનો સ્લેબ તોડી નાંખવામાં આવ્યો હતો.બાદમાં સિધાડા નજીક હાઈવે પર માટીના મોટા ઢગલા કરીને વાહનવ્યવહાર અટકાવવાના કરવામાં આવ્યો હતો.