વડોદરા, તા.૨૪

વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના વારસિયા વિસ્તારમાં જુની આરટીઓ ઓફિસથી પ્રેમદાસા જલારામ હોસ્પિટલ થી હરણી વારસિયા રીંગ રોડ સુઘી ડેડ થયેલી ડ્રેનેજ લાઈનના વિકલ્પે રૂા.૯ કરોડના ખર્ચે માઈક્રો ટનલિંગ પદ્ધતિથી ડ્રેનેડ લાઈન નાંખવાની કામગીરી જરડરીયાત પ્રમાણે રોડ બંઘ કરીને શરૂ કરવામાં આવી છે.અંદાજે ૬૦૦ મીટર થી વઘુ ની આ કામગીરી રોડ પર થશે.વાપલિયા ચાર રસ્તાથી જુના આરટીઓ એપીએસ સુઘીની કામગીરીમાં અપ સ્ટ્રીમમાં ૩૨ ઈંચ ડાયાની અને તેના જાેડાણ માટે ૪૦ ઈંચ ડાયાની લાઈન નાંખવામાં આવશે.

હાલ આ વિસ્તારની ડે ડ્રેનેજ લાઈનમાં વરસાદી પાણી પણ જાય છે.અને પાણીનો નિકલ થતો ન હોંવાથી વિસ્તારમાં અવાર નવાર ડ્રેનેજ ઉભરાવવાના પ્રશ્નો સર્જાતા રહે છે.અને જેના કારણે ગંદકી ફેલાય છે.કોર્પોરેશન દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે ૯ કરોડના ખર્ચે આ કામગીરી શરૂ કરવામાં આવી છે.આ કામગીરી માટે પાણી,વરસાદી ગટર કે અને સર્વિસ લાઈન બંઘ ન રહે તે રીતે કામગીરી કરાઈ રહી છે.આ કામગીરી અંદાડીત૬.૩૦ મીટર જેટલી ઉંડાઈમાં કામગીરી કરવાની છે.જાેકે, આ કામગીરી ખાડો ખોદીને ખુલ્લામાં કરવામાં આવે તો વોટર ટેબલ ઉંચું હોંવાથી માટી ઘસી પડે તેવી શક્યતા છે. અને જેના કારણ અન્ય સર્વિસ લાઈનોને નુકસાન થાય તો લોકોને તકલીફ પડે તેમ હોંવાથી માઈક્રો ટનલિંગ થી કામગીરી થઈ રહી છે. જે આગામી ચાર મહિનામાં પૂરી થાય તેવી શક્યતા છે.