વડોદરા-

હાઉસિંગ સ્કીમમાં ડ્રો ના કૌભાંડમાં વડોદરા મહાનગરપાલિકાના બે અધિકારીઓની અટકાયત કરવામાં આવી છે. વીએમસીના આ બે કર્મચારીઓએ હાઉસિંગ યોજનાનો ખોટો ડ્રો કર્યા હોવાના આરોપસર પોલીસે તેમની અટકાયત કરી છે. આ ડ્રો માં કૌભાંડ થયાની ફરિયાદ વીએમસીના સિટી એન્જીનિયર દ્વારા નોંધાવવામાં આવી હતી. વીએમસી દ્વારા સિટી એન્જીનીયર શૈલેષ મિસ્ત્રી દ્વારા નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોધાઇ હતી, જેને આધારે કોર્પોરેશનના આ બંને અધિકારીઓની અટકાયત કરવામાં આવી છે. શહેરી વિકાસ મંત્રાલયની એફોર્ડબલ હાઉસિંગ યોજનાના ડ્રો માં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યાં હતા. આ યોજનાના ઓનલાઇન ડ્રો માં ગેરરીતિ આચરવામાં આવી હતી. અ સમગ્ર કૌભાંડમાં ડ્રો ની બે યાદી તૈયાર કરવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યાં છે.