વડોદરા, તા.૨૫

વડોદરા શહેર-જિલ્લામાં ડેન્ગ્યૂ રોગચાળાએ તેનો વિકરાળ પંજાે ફેલાવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ર૪ કલાક દરમિયાન સયાજી હોસ્પિટલના અધિક્ષક ડો. રંજન ઐયર તથા ત્રણ અન્ય તબીબો સહિત વધુ નવા ૧૧ ડેન્ગ્યૂના પોઝિટિવ કેસ સત્તાવાર નોંધાયા હતા. આ સાથે બે દિવસમાં ર૧ ડેન્ગ્યૂ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે ૧ જાન્યુઆરીથી ૨૫ ઓગસ્ટ દરમિયાન ડેન્ગ્યૂના કુલ રપ૧ પોઝિટિવ કેસો નોંધાયા છે.

ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થવાના કારણે તેમજ ઘરો અને બંગલાઓમાં પાણીની ટાંકીમાં ડેન્ગ્યૂ ફેલાવતા એડીસ તથા ઝેરી મેલેરિયા ફેલાવતા મચ્છરોનો મોટી માત્રામાં ઉપદ્વવ થયો છે, જે મચ્છરો કરડવાની ડેન્ગ્યૂ રોગનો વ્યાપી વધી રહ્યો છે. વડોદરા શહેરમાં તથા તેની આસપાસના વિસ્તારોમાં ડેન્ગ્યૂ રોગના વધી રહેલા વ્યાપના ભરડામાં સયાજી હોસ્પિટલના તબીબ અધિક્ષક સહિત ત્રણ તબીબો પણ ઝપેટમાં આવ્યા છે. આ સાથે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી આજે વધુ નવા ૧૧ ડેન્ગ્યૂ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. છેલ્લા બે દિવસમાં કુલ ૨૧ તથા છેલ્લા ૮ મહિનામાં કુલ રપ૧ દર્દીઓ નોંધાયા છે. જ્યારે રોગચાળાની વાત કરવામાં આવે તો ચિકનગુનિયાના કુલ ૮૯, મેલેરિયાના ૩૫, કમળાના કુલ ૧૮૨, કોલેરાના કુલ ૧૦ અને ઝાડા-ઊલટીના પ હજાર જેટલા કેસ નોંધાયા છે.

ડેન્ગ્યૂના મચ્છરોનો ઉપદ્રવ થાય એ પહેલાં જ એન્ટિ લારવા, એન્ટિ ફોગિંગની કામગીરી કરવી જાેઈએ ઃ ડો.દેવર્શી હેલૈયા

ડેન્ગ્યૂનો રોગચાળો ફેલાવવા પર અંકુશ લાવવો હોય તો પાલિકાએ જ્યાં ડેન્ગ્યૂ ફેલાવતા સ્પોટ પર એન્ટિ લારવા તથા એન્ટિ ફોગિંગની કામગીરી કરવી જાેઈએ, જેથી ડેન્ગ્યૂ મચ્છરોના ઉપદ્રવ પહેલાં જ તે નાશ પામે છે. પાલિકાની આરોગ્ય વિભાગની આરોગ્ય શાખાએ પહેલાં ઉપદ્રવ થતા મચ્છરોના નાશ પર કામગીરી કરવી જાેઈએ. જેથી ડેન્ગ્યૂ જેવો રોગચાળો ફેલાય નહીં તમે હોસ્પિટલના ડો.દેવર્શી હેલૈયાએ જણાવ્યું હતું.