24, સપ્ટેમ્બર 2020
લોકસત્તા ડેસ્ક-
સુશાંત સિંહ ડેથ કેસમાં ડ્રગ્સ એન્ગલની તપાસ કરી રહેલી NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ બોલિવૂડની ચાર મોટી એક્ટ્રેસને પૂછપરછ માટે બુધવારે સમન્સ મોકલ્યું છે. તેમાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને રકુલપ્રીત સિંહ સામેલ છે. રકુલને આજે પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. જોકે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર રકુલે કહ્યું કે તેને સમન્સ મળ્યું નથી.
બીજી તરફ ફેશન ડિઝાઈનર સિમોન ખંબાટાની NCB ઓફિસમાં પૂછપરછ ચાલી રહી છે. સુશાંત અને રિયાની પૂર્વ મેનેજર શ્રુતિ મોદીને પણ બોલાવી હોવાના રિપોર્ટ છે. NCBએ મુંબઈમાં 3 જગ્યાએ રેડ પાડી હતી. આ વિશે હજુ વધુ ડીટેલ સામે આવી નથી.
કઈ એક્ટ્રેસને કયા દિવસનું સમન્સ?
રકુલપ્રીત સિંહ - આજે
દીપિકા પાદુકોણ - 25 સપ્ટેમ્બર
સારા અલી ખાન - 26 સપ્ટેમ્બર
શ્રદ્ધા કપૂર - 26 સપ્ટેમ્બર
ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીની ધરપકડ થઇ ગઈ છે. NCBના એક ઓફિસરે જણાવ્યું કે રિયા અને દીપિકા કેસમાં કોઈપણ રીતે એક જેવું સિન્ડિકેટ સાબિત થયું તો એક જેવી ધારાઓ લગાવીને એક જેવી સજા આપી શકાય છે. રિયાનો કેસ આ કેસ સાથે મળે છે કારણકે ટેલેન્ટ મેનેજર જયા સાહા આ બધાના કોન્ટેક્ટમાં છે અને ડ્રગ્સનું સેટિંગ કરવાની વાત પણ કરી રહી છે.