દિવાળીના તહેવારને લઈ ઈમરજન્સી કેસમાં વધારો, ૮૦૦થી વધુ એમ્બ્યુલન્સ સેવા કાર્યરત
09, નવેમ્બર 2023

અમદાવાદ દિવાળીના તહેવારને લઈ ઈમરજન્સી કેસમાં વધારો થયો છે. જેમાં અમદાવાદમાં ૯થી ૨૨ ટકા સુધી ઈમરજન્સી કેસમાં વધારો થયો છે. તેમજ રાજ્યમાં ૮૦૦થી વધુ એમ્બ્યુલન્સ સેવા કાર્યરત રહેશે. દિવાળીના દિવસે ઈમરજન્સી કેસોમાં ૯.૬ ટકાનો વધારો થશે. તથા નવા વર્ષના દિવસે કેસોમાં ૨૩.૩૦ ટકાનો વધારો થશે. ભાઈબીજના દિવસે કેસોમાં ૨૨.૨૪ ટકાનો વધારો થશે. કારણ કે ગત વર્ષે દિવાળીમાં ૩૮૨૭ ઈમરજન્સી કેસો નોંધાયા હતા. તતા નવા વર્ષે ૪૨૮૮, ભાઈબીજના દિવસે ૪૨૧૪ કેસ નોંધાયા હતા. રાજ્યમાં દિવાળી દરમિયાન ઇમરજન્સી કેસમાં વધારો થશે. સામાન્ય દિવસો કરતા ઇમરજન્સી કોલ અને કેસોમાં ૯થી ૨૨ ટકા જેટલો વધારો થશે. ૧૦૮ પોતાની એમ્બ્યુલન્સ સેવા અને સ્ટાફ આ દિવસો દરમિયાન ખડેપગે રહેશે. લોકોને દિવાળીમાં તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે. દિવાળીના પાંચ દિવસ દરમિયાન લોકો ઉજવણીમાં મસ્ત હોય છે. આવા સમયે ફટાકડા ફોડવા,ફરવા જવું, તેમજ ખાવા પીવામાં લોકોને મસ્ત રહેતા હોય છે. દિવાળીમાં ફટાકડા ફોડતા આગના બનાવો સાથે સાથે ઈજાઓ થવી, તબિયત બગાડવી જેવા ઇમરજન્સી કોલ ૧૦૮ એમ્બ્યુલન્સને મળતા હોય છે. જેને લઈને ૧૦૮ ઇમરજન્સી સેવાઓ માટેનો એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. આ વર્ષે ત્રણ દિવસ દરમિયાન ૨૨ ટકા ઇમરજન્સી કોલમ વધારો થવાની શક્યતા છે. ૧૦૮ ઇમરજન્સી સેવાના ર્ઝ્ર્રંં જસવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, દિવાળીની સીઝનમાં ઈમરજન્સી કોલમાં વધારો થાય છે. પાછલા વર્ષના વલણના આધારે આ વર્ષે દિવાળીના દિવસે ૯.૦૬ ટકા, નવું વર્ષ ૨૩.૩૦ ટકા અને ભાઈબીજ ૨૨.૨૪ ટકા કેસોમાં વધારો થઈ શકે છે. સંભવિત ઇમરજન્સીના કેસની સંખ્યા દિવાળીના દિવસે ૪૩૨૦ નવા વર્ષના દિવસે ૪૮૮૪ અને ભાઈબીજના દિવસે ૪૮૪૨ વધી શકે છે. આ સાથે લોકો જ્યારે તહેવારની ઉજવણી કરે ત્યારે ફટાકડા ફોડતા સમયે પણ તકેદારી રાખે તેવી સલાહ આપવામાં આવી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution