10, નવેમ્બર 2023
જુનાગઢ ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ચૂકી છે. ત્યારે આજે જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના પંથકમાં માવઠું થતા ખેડૂતો અને વેપારી વર્ગમાં ચિંતા ફેલાઈ છે. જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના જુથડ, ગડોદર સહિતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તો બીજી તરફ ખેડૂતોના ખેતરોમાં પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. એક તરફ દિવાળીના તહેવાર આવી રહ્યા છે. ત્યારે અચાનક જ કોમોસમી વરસાદ આવતા લોકોના જીવ તાળવે ચોંટયા છે. માળીયા હાટીના પંથકમાં વરસાદી માહોલ સાથે ધીમી ધારનો વરસાદ શરૂ થયો હતો. આ કમોસમી વરસાદી માહોલના કારણે ખેડૂતોની દિવાળી બગડે તેવા પણ એંધાણ જાેવા મળી રહ્યા છે. ખેડૂતો દ્વારા એક તરફ રવિ પાકોની કામગીરી શરૂ છે.તો બીજી તરફ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. તેમજ આ વરસાદી માહોલમાં ફટાકડાના વેપારીઓમાં પણ ચિંતા નું મોજુ ફરી વળ્યું છે.તેમજ લાખો રૂપિયાના ખરીદી કરેલા ફટાકડામાં નુકસાન થવાની ચિંતા વેપારીઓમાં જાેવા મળી રહી છે.અને દિવાળીની ચીજવસ્તુઓ વહેંચતા વેપારીઓમાં પણ વરસાદને લઈ મુશ્કેલીમાં જાેવા મળી રહ્યા છે.