બોડેલી, સી.આર પાટીલ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ આજે પ્રથમ વખત છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવ્યા છે. સંખેડાના ગોલાગામડી ખાતે સી.આર.પાટીલ નો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જ્યાં કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. ત્યાર બાદ બોડેલી તેમજ પાવીજેતપુર ખાતે કાર્યકર્તાઓ દ્વારા સી.આર.પાટીલની સ્વાગત કર્યું હતું. આજે દિવસ દરમિયાન છોટાઉદેપુર ખાતે જિલ્લા સંકલનની બેઠક કરી હતી તેમજ જન સંઘના કાર્યકર પ્રધ્યુમનભાઈ પુરોહિતનાનિવાસ સ્થાને મુલાકાત લીધી હતી ત્યાર બાદ કવાંટ ખાતે સાંસદ ગીતાબેન રાઠવાના કાર્યાલય ની મુલાકાત લીધી હતી ત્યાર બાદ નસવાડીના એકલવ્ય એકેડેમી ખાતે સી.આર પાટીલનું આદિવાસી સમાજના રીત રિવાજ પ્રમાણે નૃત્ય ગાન તેમજ ૨૦૨૧ વર્ષ તેમજ નસવાડી તાલુકામાં પ્રથમવાર આવેલા સી.આર પાટીલ નું ૨૧ ઢોલ વગાડી સ્વાગત કરવામાં આવ્યું હતું.