અરવલ્લી : મોડાસા શહેરમાં ભૂગર્ભ ગટર યોજના ન હોવાથી શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા હતા. રાજ્ય સરકાર પાસે મોડાસા નગરપાલિકા તંત્રની વારંવાર રજૂઆતના પગલે આખરે ૧૪૩.૬૬ કરોડના ખર્ચ ભૂગર્ભ ગટર યોજનાની વહીવટી મંજૂરી મળવાની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૧૪૩ કરોડની ભૂગર્ભ ગટર યોજનાનું ઈ-ખાતમુહર્ત કર્યું હતું. ભૂગર્ભ ગટર યોજના શહેરના ૧૪ ચો.કીમી વિસ્તારમાં આશરે ૨૪૩ કિમી લંબાઈ વિસ્તારને આવરી લેવાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોડાસા ખાતે વિકાસલક્ષી કાર્યોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. જેમાં શહેરમાં આગામી દિવસોમાં ભૂગર્ભ ગટર યોજના અમલી થવાની છે, જે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૧૪૩.૬૬ કરોડના ખર્ચે તૈયાર થનાર ભૂગર્ભ ગટર યોજનાનું ઇ-ખાતમુહૂર્ત કર્યું, જ્યારે સરકારી ઇજનેર કોલેજ ખાતે ૧૪.૪૦ કરોડના ખર્ચે તૈયાર થયેલી કુમાર છાત્રાલય, ત્રણ કરોડના  ખર્ચે તૈયાર થયેલા ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના મકાન તેમજ ૧.૧૭ કરોડના ખર્ચે તૈયાર થયેલા ઘેટાં-બકરા સેવા કેન્દ્રનું ઇ-લોકાર્પણ કર્યું હતું. કાર્યક્રમમાં સંસાદ દીપસિંહ રાઠોડ, મોડાસા પાલિકા પ્રમુખ સુભાષભાઈ શાહ, જિલ્લા કલેક્ટર ઔરંગાબાદકર, ચીફ ઓફિસર જીજ્ઞેશ બારોટ ઉપસ્થિત રહ્યા હતા.