13, ડિસેમ્બર 2020
વાઘોડિયા, સમગ્ર રાજ્યમા કમોસમી પડેલ વરસાદે ધરતીપુત્રોની ચિંતા વઘારી છે. વાઘોડિયા તાલુકામા કપાસ, તુવેર, મગ - મઠના વાવેતરને નુકશાન પહોંચતા ધરતીનો તાત ચિંતામા મુકાયો છે. સમગ્ર મધ્ય ગુજરાતમાં પડેલા માવઠાની અસરથી ખેડૂતોની દશા માઠીથઈ છે કમૌસમ વરસેલા વરસાદી માવઠાએ ખેડૂતોની ચીંતામા વઘારો કર્યો છે.સમગ્ર વાઘોડિયા તાલુકામા રવિપાક નષ્ટ થવાના આરે છે. વ્યારા ગ્રામ પંચાયતના કાગડીપુરા ગામે કપાસ, તુવેર તથા મઠિયા જેવા રવી પાકોને નુકશાન પહોંચ્યુ છે. તુવેર પડીજતા ખેડૂતોને નુકશાની વેઠવાનો વખત આવ્યો છે. કપાસના ઊભા છોડપર તૈયાર થયેલ કપાસ ભીંજાય ગયો છે. વરસાદિ નુકશાન થયેલ ખેડુતોના મહામુલા પાકની શી કિંમત વેપારીઓ ઊપજશે તેની ચીંતા ખેડૂતોને સતાવી રહિ છે. એક તરફ કોરોના મહામારી અને બીજી તરફ કુદરતનો કહેર બીચારો બાપડો ખેડુતને માવઠાનો માર મુગે મોઢે સહન કરવાનો વખત આવ્યો છે. કુદરતના કહેર ની સૌથી વઘુ અસર ખેડૂતપર પડી રહિ છે.
મોંઘા દવા -બીયારણ અને ખેડ ખાતર, પરસેવો રેડી ઓયણી કરેલો પાક તૈયાર થઈ ખેતરોમા કાલ સુઘી ખેડૂતોના સ્વપ્ના અને લેણદારોનુ દેવુ ચુકવવા તૈયાર ઊભો હતો, તેને કુદરતી આફતે માવઠુ બની બરબાદ કરી દેતા ખેડૂત પાયમાલ થઈ ગયો છે. ખેડૂતોના લાખો રુપીયાનો રવિપાક નષ્ટ થવાના આરે છે.અને જે બચી ગયો છે. તેમા રોગ આવવાની સંભાવના છે. તૈયાર થયેલ પાકનો કોળીયો મોંઢા સુઘી આવતા માવઠાએ છીનવી લિઘો છે.કમૌસમી વરસાદના કારણે હવામા ભેજ અને ઠંડિનુ પ્રમાણ વઘતા કોરોનાનો પ્રકોપ વઘે તેવી આશંકા સેવાઈ રહિ છે.