ભૂજ-

સૌરાષ્ટ્રમાં ગયા અઠવાડિયે ભૂકંપના આંચકા આવ્યા બાદ ફરીથી કચ્છમાં આજે વહેલી સવારે 7.42 મિનિટે 3.2 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ દુધઇ થી 18 કિલોમીટર દુર છે. વહેલી સવારે ભૂકંપ નો આવતા લોકોની હરામ થઇ ગઇ હતી, અને સુતા લોકો જાગીને ઘરની બહાર દોડી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂકંપ કચ્છમાં અવારનવાર આવ્યા કરે છે. કચ્છમાં છેલ્લા પાંચ દિવસમાં 11 આંચકા અનુભવાયા છે. કેટલાકે ફોન કરીને ભૂકંપના આંચકાની વિગતો બીજા પાસેથી જાણવા પ્રયાસ કર્યો હતો.

ગુરૂવારે સવારે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેનું કેન્દ્રબિંદુ કચ્છના રાપરથી 14 કિલોમીટર દૂર હોવાનું માલૂમ પડ્યુ હતુ. આ ભૂકંપની તીવ્રતા 3.9 રીક્ટર સ્કેલ નોંધાઈ હતી. ભૂગર્ભમાં ચાલી રહેલી ગતિવિધિને પરીણામે ધરતીકંપના આંચકાઓ અનુભવાતા હોય છે.