અમદાવાદ-

ગુજરાતના કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે, ત્યારે આજે બનાસકાંઠામાં પણ ભૂકંપ આંચકો આવતા લોકો ડરી ગયા હતા. બનાસકાંઠા જીલ્લાના વાવથી 84 કિમી દૂર આ આંચકો અનુભવાયો હતો અને ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજસ્થાનનું બાડમેર હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 નોંધાતા છેક પાલનપુર સહિતનાં વિસ્તારોમાં પણ હલકા આંચકા અનુભવાયા હતા. જોકે એક  સપ્તાહ પહેલા જામનગરમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં દોડાધામ મચી હતી. એ જ સવારે જમ્મુ અને મેરઠમાં ભૂકંપ આવ્યા બાદ ગુજરાતમાં પણ જામનગર ખાતે આંચકા અનુભવાયા હતા. જોકે દિવસે દિવસે ભુંકપના આંચકાના કારણે અને ખાસ કરીને ગુજરાતમાં અમુભવાતા ભુકંપના આંચકાને પગલે લોકામાં ડરનો મહાલ જોવા મળી રહ્યો હતો.