દિલ્હી-

દેશના અલગ અલગ બે ખૂણામાં છેલ્લા કેટલાક કલાકોમાં ભૂકંપના ઝટકા મહેસૂસ થયા છે. જેમાં રાજસ્થાનના બીકાનેરમાં ૫.૩નો ભૂકંપનો ઝટકો પણ સામેલ છે. આ ઉપરાંત મેઘાલયમાં પણ ભૂકંપના આંચકા મહેસૂસ થયા. આ જાણકારી આપી. ના જણાવ્યાં મુજબ લેહ લદાખમાં સવારે ૪ઃ૫૭ વાગે ૩.૬નો આંચકો અનુભવાયો. જ્યારે રાજસ્થાનના બીકાનેરમાં સવારે ૫ઃ૨૪ વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો. આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૩ની માપવામાં આવી છે. આ અગાઉ મેઘાલયના વેસ્ટ ગારો હિલ્સ વિસ્તારમાં મધરાતે ૨.૧૦ વાગે ભૂકંપનો આંચકો મહેસૂસ થયો હતો. જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૪.૧ની હતી.આ અગાઉ ૧૮ જુલાઈના રોજ ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા મહેસસ થયા હતા. જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૩.૯ની હતી. તે પહેલા હિમાચલ પ્રદેશ, અસમ, બંગાળ અને દિલ્હીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.