ગાંધીનગર-

રાજ્યમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણને લઈને વિરોધનો સૂર ઉઠ્યો છે..આ સર્વેક્ષણના મુદ્દે શિક્ષકોએ સરકાર સામે બાંયો ચડાવી છે.અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આ સર્વેક્ષણને રદ કરવામાં આવે તેવી માગ કરી છે.જેને લઈને શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો અને શિક્ષણ સચિવ વિનોદ રાવ વચ્ચે બેઠક યોજાઈ છે. આ બેઠકમાં રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર રહ્યાં. શૈક્ષિક મહાસંઘનો આક્ષેપ છે કે, શિક્ષકોને સર્વેક્ષણમાં જોડાવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.તેમણે સવાલ ઉઠાવ્યો કે, જો સર્વેક્ષણ મરજિયાત હોય તો શા માટે પરીક્ષા લેવામાં આવે છે. મહત્વનું છે કે, આવતીકાલે 24 ઓગષ્ટે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ યોજાવાનો છે. જેમા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના બે લાખ શિક્ષકોનું સર્વેક્ષણ થશે. જેનો રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે વિરોધ દર્શાવ્યો છે.અને આ સર્વેક્ષણ રદ કરવાની માગ ઉઠાવી છે. શિક્ષક સજ્જતા સર્વેક્ષણના વિરોધને લઈને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહે પત્રકાર પરિષદ યોજી હતી અને ઘણી સ્પષ્ટતા કરી હતી. શિક્ષણમંત્રીએ કહ્યું કે આ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મરજિયાત છે, ફરજિયાત નથી. શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહે કહ્યું કે બંને શિક્ષક સંઘોની સહમતી આડ જ આયોજન કરવામાં આવ્યું છે.