શિક્ષણમંત્રી, બે ધારાસભ્ય અને ભાજપ નેતા આઈ.કે. જાડેજા કોરોના સંક્રમિત
09, એપ્રીલ 2021

ગાંધીનગર, ગુજરાતમાં કોરોના કહેર બનીને વર્તાઈ રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે રેકોર્ડબ્રેક કેસો નોંધાયા હતા. રાજ્યમાં મંત્રીઓ તથા ધારાસભ્યો કોરોના સંક્રમિત આવી રહ્યા હતા. હવે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને ભાજપના નેતા આઈ.કે.જાડેજાને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. તબીબી સલાહ પ્રમાણે, તેમને હાલ અમદાવાદ ખાતેની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એ ઉપરાંત પંકજ કુમાર અને તેમનો પરિવાર પણ કોરોનાની ઝપેટમાં આવ્યો છે. તેઓ પણ યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયાં છે. ગુજરાતના વધુ એક કેન્દ્રિય મંત્રી અને બે ધારાસભ્યો કોરોના સંક્રમિત બન્યા છે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાં કોરોના સંક્રમિત બન્યા છે અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સિવાય રાજ્ય સરકારના વધુ એક મંત્રી કોરોના પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે.

ગુજરાતના વધુ એક મંત્રીમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને બે ધારાસભ્યમાં વડોદરાના મનીષા વકીલ અને સંતરામપુરના  કુબેર ડિંડોરને કોરોના સંક્રમિત બન્યો છે. ભાજપના નેતા આઈ.કે.જાડેજાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સચિવાલયમાં મહેસૂલ અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ –  પંકજ કુમાર, ઉદ્યોગ ભવનમાં  કમિશનર એમ બે ઓફિસરોને કોરોના થયો છે. તદ્‌ઉપરાંત બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના કાર્યાલયમાંથી વધુ ચાર કર્મચારી ચેપગ્રસ્ત હોવાનું જાહેર થયુ હતુ. વિધાનસભાના બજેટ સત્રને કારણે અગાઉ પાંચ મંત્રીઓ સહિત ૨૦થી વધુ સ્ન્છ, સરકારમાં મહત્વના વિભાગના ડેપ્યુટી સેક્રેટરીઓ સહિત ૨૫૬થી વધુ અધિકારી- કર્મચારીઓ કોવિડ-૧૯ની ઝપટે ચઢયા છે. લોકડાઉન અમલમાં આવ્યુ ત્યારથી અમદાવાદમાં ૧૨૦૦ બેડની કોવિડ-૧૯ હોસ્પિટલની તૈયારી અને સારવારની વ્યવસ્થાઓ માટે છઝ્રજી પંકજ કુમાર એક વર્ષમાં સિવિલ હોસ્પિટલમાં અનેક બેઠકો યોજી ચૂક્યા છે. લોકડાઉન વેળાએ પણ તેઓ ત્યાં જ હતા. છતાંય ચેપમુક્ત રહ્યા. જાે કે, વિધાનસભામાં થયેલા કોરોના વિસ્ફોટની શૃખંલામાં હવે તેઓ પણ પોઝિટીવ આવ્યાનું સચિવાલયમાં કહેવાય છે. પંકજકુમાર ઉપરાંત તેમના પત્નીને પણ કોરોના થયો છે. ઉદ્યોગ ભવનમાં પણ કમિશનર રણજીત કુમાર અને તેમના અંગત મદદનીશ સહિત અનેક અધિકારીઓને ચેપ લાગ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં પીઆરઓ, નાયબ મુખ્યમંત્રીને ત્યાં એક સેવક સહિત બે કમાન્ડોને કોરોના થયો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution