બાલાસિનોર, તા.૧૭ 

મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં આજે એક સાથે ૪ કોરોના પોઝિટિવ કેસ મળી આવતાં જાણે કે કોરોના અનલોક થઈ ગયું હોય તેવી હાલત જાેવા મળી રહી છે. તાલુકા મથક બાલાસિનોરમાં છેલ્લાં ત્રણ દિવસમાં ૧૫થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં આરોગ્ય તંત્ર સહિત જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે.

મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં આજરોજ ત્રણ પુરુષ અને એક મહિલા કોરોના પોઝિટિવ આવતાં જિલ્લા સહિત તાલુકાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું હતું. બાલાસિનોર તાલુકા આરોગ્યતંત્ર દ્વારા કોરોના વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોનમાં તબદિલ કરીને લોકોની અવર જવર ઉપર પ્રતિબંધ કરી દીધો હતો. કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરીને તેમનાં સંપર્કમાં આવેલાં તમામ લોકોને હોમ ક્વોરન્ટીન કરીને તકેદારી હાથ ધરવામાં આવી છે.

પોઝિટિવ કેસમાં વેપારીઓની સંખ્યા વધુ!

મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં કોરોના પોઝિટિવ કેસોમાં પુરુષો સામે મહિલાઓની સંખ્યા ઓછી છે. મોટાભાગ બાલાસિનોરના વેપારીઓ કોરોનાની ઝપટે ચડી રહ્યાં હોવાનું જાેવા મળી રહ્યું છે!