અમદાવાદ, રાજ્યમાં કોરોના કેસ વધી રહયા છે. ધીરે ધીરે કોરોના લોકોના મન પર ઊંડા ઘા કરી રહી છે લોકોને ભયભીત કરી છે કોરોના દર્દીઓ માનસિક રીતે ભાગી પડયા છે ત્યારે આજે એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. ઇસનપુરમાં રહેતા એક વૃદ્ધ જેમનું નામ રસિકભાઈ ઠાકોર છે અને તેઓ ૬૫ વર્ષના હતા રસિકભાઈને કોરોના પોઝિટિવ આવતા તેઓને શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આજે તેમને હોસ્પિટલના ૫મા માળે થી કૂદીને આત્મહત્યા કરી લીધી છે રસિકભાઈને અગાઉ એલ .જી હોસ્પિટલમા દાખલ કરવા આવ્યા હતા ત્યારબાદ તેઓને અહીં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

રસિકભાઈને જ્યારે કોરોના પોઝિટિવ આવતા તેઓને એલ.જી હસ્પિટલમા દાખલ કરવામા આવ્યા હતા ત્યાં તેમની સામેના જ બેડમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું રસિકભાઈએ આ જાેતાં તેમના મન અને મગજમાં આ મૃત્યુનો ડર લાગવા લાગ્યો હતો અને તેઓ માનસિક તણાવમાં આવી ગયા હતા.જાેકે તેમના આવા વર્તનથી તેમને એલ.જી થી શારદાબેન હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા પરંતુ તેમના મન મગજમાં કોરોનાનો ભય દૂર થયો નહીં અને તેમને ૫મા માળની બારીમાં થી કૂદી ને આત્મહત્યા કરી લીધી હતી. રસિકભાઈએ અમહત્યા કરતાજ તેમના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા.

સમગ્ર ઘટનાની જાણ હોસ્પિટલ તંત્રએ પોલીસને કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને અકસ્માત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સાથે સાથે પોલીસે તેમના પરિવારનું પણ નિવેદન નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલમા કોરોનાનો ભય માણસોના મગજમાં એવો આવી રહ્યો છે કે તેમને અનેક પ્રકારની બીમારીઓ સામેં આવી રહી છે. લોકો એકલતા અનુભવી છે ડિપ્રેશનમાં આવી રહ્યા છે.