અમદાવાદ-

6 મહાનગરપાલિકાઓની ચૂંટણી 21 ફેબ્રુઆરીના રોજ યોજાશે. પ્રચારના અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની રેલી અમદાવાદ શહેરમાં યોજાશે. આ રેલી  અમદાવાદના નરોડા ખાતેથી શરૂ થઈ હતી. જેની પૂર્ણાહુતિ અમદાવાદના ખાડિયા ખાતે આવેલા કામનાથ મહાદેવ મંદિર પાસે થશે. રેલી 17 જેટલા વોર્ડમાંથી પસાર થઈ હતી. આ ઉપરાંત 30 જેટલી જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું. 

આ વિશાળ રેલીમાં ભાજપના હજારો કાર્યકરો બાઇકો સાથે જોડાશે. રેલીની શરૂઆત પહેલા નરોડા ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સંબોધન કરશે. આ રેલી કુબેરનગર બજાર, સૈજપુર, હીરાવાડી રોડ, દિનેશ ચેમ્બર, બાપુનગર ચાર રસ્તા, શારદાબેન હોસ્પિટલ, સરસપુર ચાર રસ્તા, અસારવા ચકલા, દિલ્હી દરવાજા, પ્રેમ દરવાજા, કાલુપુર રેલવે સ્ટેશન અને રાયપુર ચકલા થઈને ખાડિયા પહોંચશે. આમ કોંગ્રેસનો ગઢ ગણાતા પૂર્વ વિસ્તારમાં ભાજપ શક્તિ પ્રદર્શન કરશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને શુક્રવારે સાંજે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. ત્યારે પ્રચારના છેલ્લા દિવસે અમદાવાદમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી અમદાવાદમાં ભાજપનો ગઢ ગણાતા પૂર્વ વિસ્તારનાં 17 વોર્ડમાંથી પસાર થઈ હતા.