21, ફેબ્રુઆરી 2021
રાજકોટ-
હાસ્ય કલાકાર સાંઇરામ દવે અને ગાયક કિર્તીદાન ગઢવીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વને ઉજવ્યો હતો. સાથે સાથે લોકોને પણ અવશ્ય મતદાન કરવા માટે અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છ મહાનગરપાલિકાના 144 વોર્ડની કુલ 576 બેઠક માટે યોજાનાર ચૂંટણીમાં કુલ 2276 ઉમેદવારો તેમના નસીબ અજમાવી રહ્યાં છે. જેમાં ભાજપના (BJP) 575 ઉમેદવારો, કોંગ્રેસના 564 ઉમેદવારો, આમ આદમી પાર્ટી ( AAP ) ના 469 તેમજ અન્ય રાજકીય પક્ષ અને અપક્ષ 668 ઉમેદવારો સહીત કુલ 2276 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે.