21, ફેબ્રુઆરી 2021
અમદાવાદ-
રાજ્યના 6 મહાનગરમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પક્ષના પ્રવક્તા ડૉ.મનીષ દોશી મતદાન કરવા બૂથ પર પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મતદાન કર્યા બાદ કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમને જણાવ્યું કે, ભ્રષ્ટ શાસનથી ત્રાહિમામ પોકારી ઉઠેલી જનતા આજે નિર્ણય કરવા તૈયાર છે. જે નિર્ણયનો આગામી દિવસો જવાબ મળી જશે.