સુરત-

લોકશાહીના પર્વને લઇને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. સુરતમાં મતદાન કેન્દ્ર પર યુવાનોની લાંબી લાઇનો જોવા મળી છે. જેમાં પ્રથમ વખત મતદાન કરનાર યુવકોની સંખ્યા વધારે હતી. રાજયમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી હાલ ચાલી રહી છે. ત્યારે સુરતમાં સાંસદ દર્શનાબેન જરદોશે પરિવાર સાથે વોટિંગ કર્યું. તેમણે વોર્ડ નંબર 13 માટે મતદાન કર્યું છે. આ નિમિતે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યકત કર્યો છે. તેમણે જણાવ્યું છેકે સુરત મહાનગર પાલિકામાં ભાજપ 120 બેઠકો કબ્જે કરશે.