દિલ્હી-

 ચૂંટણી કમિશનર અશોક લવાસાએ, મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તે ટૂંક સમયમાં એશિયન ડેવલપમેન્ટ બેંક ના વાઇસ પ્રેસિડેન્ટનો પદ સંભાળી શકે છે. અશોક લવાસાએ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પોતાનું રાજીનામું મોકલ્યું છે, જેની સ્વીકૃતિ અંગે હજી સુધી કોઈ પુષ્ટ સમાચાર મળ્યા નથી. લવાસાએ 31 ઓગસ્ટ સુધીમાં તેમને છુટા કરવાની વિનંતી કરી છે. જ્યારે ચૂંટણી પંચમાં તેમની મુદત હજી 2 વર્ષ સુધી હતી. 

નોંધનીય છે કે, તેમની નિમણૂક ની જાહેરાત, એશિયન ડેવલોપમેન્ટ બેંક દ્વારા 15 જુલાઈએ જાહેર કરવામાં આવી હતી. તેઓ એડીબીના વાઇસ પ્રેસિડેન્ટ દિવાકર ગુપ્તાની જગ્યા લેશે, જેમનો કાર્યકાળ 31 ઓગસ્ટે પૂર્ણ થવા જઈ રહ્યો છે. આ બીજી વાર છે કે ચૂંટણી કમિશનરે વહેલી તકે તેમનું પદ છોડી દીધું છે. રાજીનામાને કારણે સુશીલ ચંદ્રા, હવે આગામી મુખ્ય ચૂંટણી કમિશનર બનશે. તેમના પહેલાં, નાગેન્દ્રસિંહે મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો કાર્યકાળ પૂરો કરતા પહેલા 1973 માં રાજીનામું આપ્યું હતું. આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં તેમને ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી.