અમદાવાદ-

ગુજરાતની છ મહાનગર પાલિકાઓ, 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની યોજવામાં આવનારી ચૂંટણી દરમિયાન ડોર ટુ ડોર પ્રચાર કરવા જતાં ઉમેદવારોએ વધુમાં વથુ પાંચ સમર્થકોથી વધુને લઈને પ્રચાર માટે જઈ શકશે નહિ. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ અમલમાં હોય તેવા આદેશોને આધીન રહીને પાંચ પાંચ વાહનો પછી વચ્ચે થોડું અંતર રાખવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. તેમ જ બે કાફલા વચ્ચે અડધા કલાકનું અંતર રાખવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

તદુપરાંત ખાલી પડેલી અન્ય બેઠકોની પેટા ચૂંટણીના કામમાં વ્યસ્ત એક પણ વ્યક્તિ ચૂંટણીના કોઈપણ તબક્કે માસ્ક વિના મતદાનમથકમાં બેસી શકશે નહિ, તેવી કડક સૂચના આજે ગુજરાતના ચૂંટણી પંચે ચૂંટણી માટેની જાહેર કરેલી આચારસંહિતાના માધ્યમથી જાહેર કરી છે. તદુપરાંત મતદાન મથકમાં બેસનારા અન ેચૂંટણીની પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓએ સમયે સમયે હાથ ફરજિયાત સેનિટાઈઝ કરાવવા પડશે. તેમ જ સામાજિક અંતર જળવાય તે રીતે જ મતદાન કરાવવાની સૂચના ચૂંટણી આયોગ દ્વારા આપવામાં આવી છે.

ફેસમાસ્ક ન પહેરનારને દંડ કરવાની જોગવાઈ મતદાન સમયે પણ અમલમાં રાખવા જણાવવામાં આવ્યું છે. ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરમાં જણાવવામાં આવ્યું છે કે કોરોનાનું સંક્રમણ રોકવા માટે રાજ્ય કક્ષાએ જાહેર આરોગ્ય કમિશનરની કચેરીના ડિરેક્ટરે નોડલ અધિકારીની નિમણૂક કરેલી જ છે. જિલ્લા આરોગ્ય અદિકારી નોડલ અધિકારી તરીકે નિયુક્ત થશે. મહાનગર પાલિકા, નગરપાલિકા, જિલ્લા અન ેતાલુકા પંચાયતના વિસ્તારમાં કોરોના સંબંધિત વ્યવસ્થાની દેખરેખ રાખવા માટે જિલ્લા સર્વેલન્સ અધિકારીઓ અને તાલુકા આરોગ્ય અધિકારીઓની નોડલ આરોગ્ય અધકારી તરીકે નિમણૂક કરવા જણાવવામાં આવ્યું છે.

નોડલ અધિકારીઓએ ચૂંટણી ટાણે સરકાર દ્વાર કરવામાં આવેલી વ્યવસ્થા વાજબી છે કે નહિ તેની ચકાસણીકરવાની રહેશે. નોડલ અધિકારીઓએ જ મતદાનના આગળના દિવસે કોરોનાના પોઝિટીવ દર્દીઓન અંગેની માહિતી આપતો અહેવાલ પ્રાન્ત અધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારી, ચૂંટણી અધિકારી તથા તાલુકા-જિલ્લાના નોડલ અધિકારીઓને ઉપલબ્ધ કરાવવાની રહેશે.

ચૂંટણી સભા માટેના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પહેલાથી જ નક્કી કરી દેવાના રહેશે. મેદાનમાં હાજરી આપનારા લોકો વચ્ચે સામાજિક અંતર જળવાય તેની તકેદારી રાખવી પડશે. સામાજિક અંતર રાખવા માટેના ધોરણો આરંભથી જ નક્કી કરી આપવાના રહેશે. મેળાવડાઓ માટે ગુજરાતની ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઓતોરિટીએ જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ લોકોની સંખ્યા મર્યાદિત રાખવાની રહેશે. તેમ જ આ સંખ્યા ન વધે તેની કાળજી જિલ્લા ચૂંટણી અધિકારીએ અને પોલીસ સુપરિન્ટેન્ડન્ટે કાળજી લેવાની રહેશે.

કોરોના અટકાવવા માટે સેનિટાઈઝર્સ ફેસમાસ્ક, થર્મલ ગનથી ચકાસણી થાય તે માટેની સુવિધાઓ રાજકીય પક્ષો અને ઉમેદવારોએ કરવાની રહેશે. કોરોના માટેની માર્ગદર્શિકાનું પાલન બરાબર થાય તે જોવાની જવાબદારી નોડલ અધિકારી, પોલીસ સુપરિન્ટેન્ડન્ટ અને જિલ્લા ચૂંટણી અધિકરીઓના સતત સંપર્કમાં રહેવાનુ ંરહેશે. કોવિડ અંગેના માર્ગદર્શિકાનું પાલન ન કરનારને ડિઝાસ્ટર મૅનેજમેન્ટ એક્ટની કલમ 51થી 60ની જોગવાઈ મુજબ તથા ઇન્ડિયન પીનલ કોડની કલમ 188 મુજબ કાનૂની કાર્યવાહી અને દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.