ગાંધીનગર-

નવેમ્બર ડિસેમ્બરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી કોરોના સંક્રમણ અને પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ત્રણ મહિના પછી ઠેલવવામાં આવી છે. જ્યારે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે જાન્યુઆરીના અંત સુધીમાં ચૂંટણી યોજવાની સૂચના મળી છે, ત્યારે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા વીડિયો કોન્ફરન્સ યોજીને ચૂંટણી બાબતે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં યોજવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે 15 મી જાન્યુઆરી બાદ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની નોટિફિકેશન સત્તાવાર રીતે બહાર પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અત્યારે રાજેશ્વરી પંચાયત દ્વારા તમામ કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોઈ નાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આવવાના સાવચેતીના પગલા પણ લેવામાં આવ્યા છે. જ્યારે પીપીઇ કીટ, માસ્ક, સેનેટાઇઝર પણ ઉપલબ્ધ થાય તેવી રીતે આયોજન કરવામાં આવશે.નવેમ્બર ડિસેમ્બરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી કોરોના સંક્રમણ અને પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ત્રણ મહિના પછી ઠેલવવામાં આવી છે. જ્યારે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે જાન્યુઆરીના અંત સુધીમાં ચૂંટણી યોજવાની સૂચના મળી છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં યોજવામાં આવશે.