26, ઓક્ટોબર 2020
વડોદરા
શહેરમાં અછોડા તોડના બનાતા અવાર નવારના બનાવોને રોકવા પોલીસના અથાગ પ્રયત્નો છતા પણ એકલ દોકલ જતી મહિલાના ગળામાંથી અછોડા તોડવાના બનાવો વધતા જ જાય છે. જાે કે પોલીસે અનેક ગુનાગારોને ઝડપ્યા હોવા છતા મોજશોખના રવાડે ચઢેલા અને આર્થિક તંગી અનુભવતા અનેક યુવાનો ઝડપથી રૂપિયા કમાવા આવી પ્રવૃત્તિઓ કરે છે. ગઈકાલના આ બનાવ ઈજનેર યુવકનો અછોડો તૂટ્યો હોવાનો બનાવ નોંધાયો છે. શનિવારે સવારના સમયે બનેલી આ ઘટનામાં હરણી વિસ્તારમાં મોર્નિંગવોક વોક ઉપર નિકળેલ ઈજનેર યુવક અભિલાષા રાધાકૃષ્ણ નાયર રહે. છાણી કેનાલ રોડ કૌશલ્ય હાઈટ્સ હરણી તળાવ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક પાછળથી ધસી આવેલા યુવકે ધક્કો મારી યુવકને નીચે પાડી દીધો હતો અને બાદમાં એના ગળામાં પહેરેલી ચેઈન પેન્ડલ તોડી નાસી છુટ્યો હતો. અને તરત જ નજીકમાં બાઈક ચાલુ રાખી ઉભેલા એના સાગરીતની બાઈક ઉપર બેસી ભાગી છુટ્યો હતો.
બનાવ અંગે હરણી પોલીસ મથકે રૂપિયા ૪૫ હજારની સોનાની ચેઈન તોડી ભાગી છુટવા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.