કોરોના માહામારી વચ્ચે હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે મોટેભાગે લોકો ઉપવાસ કરતા હોય છે. અને બજાર માંથી ફરાળી વસ્તુઓ ખાવા મા ઉપયોગ કરતા હોય છે. પરંતુ કોરોનાના કારણે બહારની ફરાળી વસ્તુ લોકો ટાળી રહ્યા છે, આવામાં આજે આજે અમે તમારા માટે એવી જ એક વાનગી લઈ ને આવ્યા છીએ જેને ઉપવાસ દરમિયાન આરોગી શકાય. તો ચાલો જાણીએ આ ફરાળી નાનખટાઈ.

સામગ્રી :

1/2 કપ ઘી,1/2 કપ દળેલી ખાંડ,1 કપ શિંગોડાના લોટ,એલચીનો ભૂકો

બનવાની રીત :

એક થાળીમાં ઘી અને દળેલી ખાંડ ફીણવું. એક રસ થાય એટલે શિંગોડાના લોટ અને એલચીનો ભૂકો નાંખી, ફરી ફીણી તેની નાનખટાઈ બનાવવી.ઉપર ચારોળી લગાડી ઓવનમાં અથવા બિસ્કીટના સંચામાં શેકી લેવી.તૈયાર છે ફરાળી નાનખટાઈ.