અયોધ્યા ખાતે રામ મંદિરના ભૂમિ પૂજનની પૂર્વ સંધ્યાએ યુવા ગૃપ વડોદરા અને અડુકીયો દડુકીયો સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા કારેલીબાગની હિન્દી કૃષ્ણ વિધાલય ખાતે ભારત નકશા પર દિપ પ્રાગટયનો અનોખુ આયોજન કરવામાં આવ્યું હતું.૪૯૨ વર્ષ બાદ ભારતીયોના હૃદયસ્થ દેવતા સમાન રામચંદ્રજીના ભવ્ય મંદિરના નિર્માણ ટાણે અઢી હજાર સ્કવેર ફૂટથી પણ મોટા વિસ્તારમાં ભારતનો નકશો દોરી ૧૨૫ કિલોથી વધુ ફૂલોથી શણગારી ૪૯૨થી વધુ દિવડાઓનું પ્રાગટય કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સમયે સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવી કાર્યકર્તાઓ દ્વારા સફેદ વસ્ત્રો કેસરી ફેટા અને માસ્ક પહેરીને કાર્યક્રમ સંપન્ન કરાયો હતો.