દક્ષિણ ગુજરાતના વિવિધ શહેરોમાં મેહુલિયો મન મુકીને વરસતા ઉત્સાહ
07, જુલાઈ 2020

સુરત,તા.૬ 

દક્ષિણ ગુજરાતમાં વરસાદ મન મુકીને વરસ્યો હતો. સોથી વધારે વરસાદ ધરમપુર, પારડીમાં સવ્વા ચાર, ચીખલી, વાપી, વલસાડ,નવસારીમાં ચાર ઈંચ, કપરાડામાં સાડા ત્રણ, ચોર્યાસી, ઉમરગામમાં ત્રણ સુરત સીટીમાં અઢી જયારે બાકીના તાલુકામાં અડધાથી બે ઈંચ વરસાદ પડ્યો હતો.વલસાડ અને નવસારી જિલ્લામાં અઢી થી સવ્વા ચાર ઈંચ પડતાશ્વ સમગ્ર જિલ્લો પાણીથી તરબોળી ઉઠ્‌યો છે. તો સુરત સીટીમાં પણ અઢી ઈંચ વરસાદને લઈને રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. બારડોલીમાં ૪૯ મી,મી, ચોર્યાસીમાં ૭૮. મી.મી, કામરેજમાં ૪૮ મી.મી, મહુવામાં ૩૮ મી.મી. માંડવીમાં ૩૦ મી.મી, માંગરોળમાં ૪૧.મી.મી, ઓલપાડમાં ૪૩ મી.મી, પલસાણામાં ૫૮ મી.મી, સુરત સીટીમાં ૬૩ મી.મી, ઉમરપાડામાં ૩૯ મી.મી વરસાદ પડ્યો હતો.

સુરત જિલ્લામાં ચાર કલાકમાં અડધાથી દોઢ ઈંચ વરસાદ

રાજયમાં ગઈકાલે આખો દિવસ મેઘમહેર જોવા મળી હતી.સામાન્યથી ભારે વરસાદ પડવાનુ સતત ચાલુ રહેતા સોમાસો મોન્સુનો લોકોએ અહેસાસ કર્યો હતો. સુરતમાં પણ ગઈકાલે સારો વરસાદ નોધાયો હતો. વરસાદે આજે પણ યથાવત રહ્‌ના છે. આજે સવારે છ વાગ્યાથી દસ વાગ્યાના ગણતરીના ચાર કલાકમાં સુરત શહેર જિલ્લામાં અડધાથી દોઢ ઈંચ જેટલો પડ્યો હતો. જેમાંશ્વ પલસાણામાં દોઢ, અને ઓલપાડમાં એશ્વક ઈંચ પડ્યો છે તો સુરત સીટીમાં અડધો ઈંચ નોઁધાયો છે સુરત શહેરમાં ગઈકાલ બાદ આજે સવારે પણ વરસાદ યથાવત રહેતા રસ્તાઓ ઉપર પાણી ભરાયા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution