હાલોલ

હાલોલ શહેરના બસ સ્ટેન્ડ નજીક આવેલ ધ્વારિકાધીશજી હવેલી ખાતે તૃતીય ગૃહ કાંકરોલી યુવરાજ પં.પુ.ગો.૧૦૮ ડો વાગીશકુમારજી મહોદય દ્વારા વૈષ્ણવ સંપ્રદાય ના નાનાં બાળકો તેમજ યુવાઓ ને મહિલાઓને બ્રહ્મસંબંધ દીક્ષા પ્રદાન કરવામાં આવેલ હતી,જે બાદ હાજર સૌને પોતાના વૈષ્ણવ સંપ્રદાય ને પુષ્ટિમાર્ગ પ્રત્યે ના તેમના કર્તવ્યો અંગે ઉપદેશ આપવામાં આવ્યો હતો. તેમજ હોલી નો તહેવાર નજીક હોવાથી સાંજ ના ૭ઃ૦૦ કલાકે શ્રી ધ્વારિકાધીશજી હવેલી ના ચોગાનમાં ફાગોત્સવ પર્વની ઉજવણી રૂપે રસીયા નો કાર્યક્રમ ર્કિતન વૃંદ દ્વારા યોજવામાં આવ્યો હતો, જેમાં શહેરના વૈષ્ણવોએ મોટી સંખ્યામાં હાજર રહી રસીયાનું રસપાન કરી ને, કાર્યક્રમમાં ઉપસ્થિત મહારાજજી ના ચરણોમાં શિશ જુકાવી ધન્યતા પ્રાપ્ત કરેલ હતી. કાંકરોલી યુવરાજ પં.પુ.ગો. ૧૦૮ ડો.શ્રી વાગીશકુમારજી મહોદયશ્રી દ્વારા ઉપસ્થિત રહી ૮૦ ઉપરાંત બાળકો સહિત યુવાનો, યુવતીઓ, મહિલાઓને પુરૂષોને બ્રહ્મસંબંધ દીક્ષા પ્રદાન કરવામાં આવેલ હતી, જે બાદ હાજર સૌ વૈષ્ણવોને બ્રહ્મસંબંધ દીક્ષાનો મર્મ સમજાવતા, પુષ્ટિ સંપ્રદાય પ્રત્યે તેમના કર્તવ્યો અંગે ઉપદેશ આપતા જણાવાયેલ કે બ્રહ્મસંબંધ મેળવી વૈષ્ણવો શ્રી ઠાકોરજીની સમિપ થઈ, પોતાનું સર્વસ્વ તેમની સેવામાં સમર્પિત કરવાની તેમને વિનવણી કરવામાં આવે છે.