નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન
01, માર્ચ 2021

રાજપીપળા, નર્મદા જિલ્લા પંચાયત/ નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા તાલુકા પંચાયત તેમજ રાજપીપલા નગરપાલિકાની ચૂંટણી માટે ૬૩૪ મતદાન મથક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું.રાજપીપલા નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ત્રણેય સંસ્થાઓની કુલ-૧૪૦ બેઠકો માટે ૫૦૧ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સિલ થયું છે. રાજપીપલા નગરપાલિકાની કુલ-૨૮ બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના-૨૮, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના-૧૨, આમ આદમી પાર્ટીના-૦૨, બીટીપીના-૦૧ અને અપક્ષ-૭૨ ઉમેદવારો સહિત કુલ-૧૧૫ ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા યોજાશે. તેવી જ રીતે જિલ્લા પંચાયતની કુલ-૨૨ બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના-૨૨, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના-૨૨, આમ આદમી પાર્ટીના-૧૪, બીટીપીના-૧૮ અને અપક્ષ-૩ ઉમેદવારો સહિત કુલ–૭૯ ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા હતી.તે નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ૯૨-ઝોનલ ઓફિસર, ૬૩૪-પ્રિસાઇડીંગ ઓફીસર, ૩૧૭૦-પોલીંગ ઓફિસર અને ૬૩૪-પટાવાળા સહિત કુલ-૪૫૩૦ જેટલાં પોલીંગ સ્ટાફને ફરજ ઉપર તૈનાત કરાંયા છે, મતદાન માટે કુલ-૧૩૭૨ કન્ટ્રોલ યુનિટ અને ૧૪૧૬-બેલેટ યુનિટ ઉપયોગમાં લેવાયા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution