આણંદ : આણંદ પાલિકાની આગામી ૨૮મીને રવિવારે યોજાનારી ચૂંટણીના પગલે રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા વોર્ડ વિસ્તારમાં પ્રચારના અંતિમ ચરણમાં ધમાચકડી મચી છે. ગત ટર્મમાં ચૂંટાયેલાં નેતાઓ વોર્ડ વિસ્તારમાં ડોકીયું પણ ન કરતાં હોવાથી લોકોમાં ભયંકર રોષ દેખાઈ રહ્યો છે. ઉપરાંત સુવિધાઓ મુદ્દે પણ આંખ મિચોલી કરી હોવાથી આ વખતે પ્રચારમાં મતદારો પોતાના આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારના વોર્ડમાં મત મેળવવાની ફેરણી દરમિયાન મતદાતાઓએ હાલમાં ચાલતાં પ્રસંગમાં મોડી રાત સુધી ડીજે વગાડવામાં આવતાં તંત્ર દ્વારા લાલઆંખ કરવામાં આવે છે. તેનો વિરોધ લોકોએ ફેરણી દરમિયાન એક નેતા સમક્ષ રજૂઆતના રૂપે કરતાં નેતાનો રૂઆબ જાેવાં જેવો હતો. નેતા બનતા ં પહેલાં જ તેણે એવી શેખી મારી હતી કે, હું છું ત્યાં સુધી ડીજે ડીએસપી પણ બંધ કરાવવા આવી શકે નહીં!

આણંદમાં છેવાડા માનવી સુધી વિકાસ પહોંચ્યો અને લાખોની સરકારી ગ્રાંટ પ્રજાની સુખાકારી માટે વપરાઈ છે તેમજ ભાજપના કાઉન્સિલરો અને નેતાઓ સતત પ્રજાના સંપર્કમાં જ રહેતાં હોવાના ભાજપની ચૂંટણી પ્રચાર વાતો ઉપર આણંદના નાગરિકોનો રોષ ભડક્યો છે. વોર્ડ-૧૧ના રહીશોનો ભાજપ ઉમેદવારોને જાકારો આપતો એક વીડિયો વાયરલ થતાં આણંદ ભાજપના સુશાસનનો પરપોટો ફૂટી ગયો છે. વોર્ડના પાયાના પ્રશ્નો સંદર્ભે રહીશોએ પ્રચાર કરવા આવેલાં ભાજપના ઉમેદવારોનો ઉઘડી લઈ લીધો હતો! વાયરલ થયેલાં આ વીડિયોએ ભાજપની સ્થાનિક અને જિલ્લા નેતાગીરીને વિસામણમાં મૂકી દીધી છે.

આણંદમાં સામાન્ય ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારોને રિઝવવાના પ્રયત્નો કરી રહ્યાં છે. આણંદમાં વિકાસની વાતો અને કરોડોની ગ્રાંટ પ્રજાની પ્રાથમિક સુવિધાઓ પાછળ ખર્ચ કર્યાની ભાજપ નેતાગીરીની ડંફાસ વોર્ડ-૧૧ના રહીશોએ ખુલ્લી પાડી દીધી છે. આણંદના વોર્ડ-૧૧ના રહીશોએ પાણી, ગટર જેવી પાયાની સુવિધાઓ બાબતે ચૂંટણી પ્રચારમાં આવેલાં ભાજપ ઉમેદવારોનો ઉધડો લઈ નાખ્યો હતો. વળી ભાજપના કાઉન્સિલરો ગત ચૂંટણીના પાંચ વર્ષ બાદ આ ચૂંટણીમાં દેખાયાનો બળાપો અને આક્રોશ વ્યક્ત કરતાં ભાજપ ઉમેદવારોની હાલત જાેવાં જેવી થઈ ગઈ હતી!

છેલ્લા ૧૫ વર્ષથી નગરપાલિકામાં ભાજપનું શાસન છે ત્યારે આ વખતે આવાં વીડિયો વાયરલ થતાં આણંદ નગરપાલિકાની ચૂંટણી પ્રચારમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. ભાજપના ઉમેદવારો રોષે ભરાયેલાં નાગરિકોને રીતસર સમજાવાટ થકી મામલો થાળે પાડવા પ્રયત્નો કરતાં આ વીડિયોમાં જાેવાં મળે છે. ઉપરાંત તમામ સમસ્યાઓ માટે નવા વાયદા કરતાં જણાઈ રહ્યાં છે. જાેકે, નાગરિકોનો રોષ આક્રોશ ચૂંટણીના પરિણામોમાં કેટલી અને કેવી અસર કરે છે તે જાેવું રહ્યું.