લોકસત્તા ડેસ્ક

મહિલા હોય કે પુરૂષો, સુંદર અને યુવાન દેખાવું કોને ન ગમે. પરંતુ આજકાલની ખાણીપીણી અને લાઈફસ્ટાઈલને કારણે 25ની ઉંમરમાં લોકો 35ના દેખાય છે. અત્યારે નાની ઉંમરમાં જ સ્કિન ખરાબ થવા લાગે છે, ફેસ પર ઘડપણની અસર દેખાય છે. તો આવી સમસ્યાઓથી બચવા અને 40ની ઉંમરમાં પણ 30ના દેખાવા માટે કેટલાક હેલ્ધી અને સ્કિન માટે જરૂરી એવી ડ્રિંક્સ રોજ પીવાનું શરૂ કરી દો. આ ડ્રિંક્સમાં રહેલાં ન્યૂટ્રિઅન્ટ્સ તમારી સ્કિનને નરિશ અને હેલ્ધી બનાવશે. સાથે જ નાની ઉંમરમાં થતી સ્કિન સંબંધી સમસ્યાઓથી પણ બચાવશે. તો ચાલો જાણી લો આ ડ્રિંક્સ વિશે.

એપ્પલ 

રોજ એક એપ્પલ ખાવાની સલાહ તો ડોક્ટર પણ આપે છે. કારણ કે એપ્પલ આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક છે. પરંતુ તમને જણાવી દઈએ કે એપ્પલ સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. એપ્પલ જ્યૂસમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટીએજિંગ ગુણ હોય છે. જે સ્કિનને હેલ્ધી અને યંગ રાખે છે. સાથે જ તેમાં રહેલાં તત્વ સ્કિન પર કરચલી થતાં રોકે છે અને સ્કિનની અન્ય સમસ્યાઓથી પણ બચાવે છે.

પપૈયું

આમ તો સિઝનના બધાં જ ફ્રૂટ્સ ખાવા જોઈએ. તેનાથી સ્કિનને પોષણ મળે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. પણ પપૈયું એવું ફ્રુટ છે જેને ખાવાથી અને લગાવવાથી પણ સ્કિનને ગજબ ફાયદા મળે છે. પપૈયામાં પણ એપ્પલની જેમ જ એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. સાથે જ સ્કિનને અંદરથી હેલ્ધી બનાવે છે. તેમાં રહેલાં એન્ઝાઈમ્સ સ્કિન સંબંધી સમસ્યાઓને દૂર કરે છે અને સ્કિનનો નિખાર પણ વધારે છે. તમે પપૈયાનો જ્યૂસ પી શકો છો અથવા તો પપૈયાની સ્મૂધી બનાવીને પણ તેનું સેવન કરી શકો છો.

ગાજર

ગાજરમાં બીટા કેરોટીન અને વિટામિન એ હોય છે. જે સ્કિનના ડાઘ, પિંપલ્સ અને અન્ય સમસ્યાઓથી બચાવે છે. આ સ્કિનમાં પિગમેન્ટેશનને ઓછું કરવામાં મદદ કરે છે. તેમાં રહેલું ફાયબર સ્કિનને સુંદર અને શાઈની બનાવે છે. શિયાળામાં ખાસ રોજ ગાજરનો રસ પીવાથી સ્કિન યુવાન રહે છે.

લીંબુ

લીંબુમાં વિટામિન સી હોય છે. જે સ્કિનને યુવાન અને સુંદર બનાવવામાં મદદ કરે છે. સાથે જ તેનો રસ સ્કિન માટે બેસ્ટ ક્લીંઝરનું પણ કામ કરે છે. તે સ્કિનમાં પીએચ લેવલને સંતુલિત કરે છે. જેથી સ્કિનને હેલ્ધી રાખવા રોજ લીંબુ પાણી પીવું.

કાકડી

કાકડીમાં સિલિકા હોય છે. જે રંગત નિખારવામાં મદદ કરે છે. તેમાં વોટર કન્ટેન્ટ 90 ટકા હોય છે. જેથી તે સ્કિનને હાઈડ્રેટ રાખવામાં પણ મદદ કરે છે. જેનાથી સ્કિન માટે ચમક આવે છે. કાકડીનો જ્યૂસ એક્ઝિમા જેવી સ્કિન પ્રોબ્લેમથી પણ બચાવે છે.