દિવાળી નજીક આવી હોવા છતાં બજારમાં ગ્રાહકો ન દેખાતા વેપારીઓ ચિંતિત
04, નવેમ્બર 2023

અમરેલી,તા.૪

દિવાળીનો તહેવાર વર્ષ દરમ્યાન સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે આ દિવાળી તહેવાર દરમ્યાન લોકો પરિવાર સાથે ખરીદી કરતા હોય છે અને ઉજવણી કરતા હોય છે મહાનગરોમાં દિવાલીના કારણે ભારે ભીડ જાેવા મળી રહી છે પરંતુ અમરેલી જિલ્લામાં સ્થિતિ અલગ જાેવા મળી રહી છે લાઠી સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ ઓછો થવાના કારણે ખેતી નબળી થવાના કારણે કપાસનું વાવેતર નહિ થવાના કારણે તેની અસર સીધી લાઠી શહેરના વેપારીઓ પર પડી રહી છે વેપારીઓ દિવાળી તહેવાર સમયે ફ્રી જાેવા મળી રહ્યા છે અને સુમસાન માહોલ વચ્ચે ભીડ તો ન જાેવા મળી પરંતુ કોઈ માણસ ખરીદી કરવા પણ આવતું નથી જેના કારણે મંદીનો માહોલ લાઠી શહેરમાં જાેવા મળી રહ્યો છે.હાલમાં મોટાભાગની દુકાનદારો દિવાળી જેવા સમયે ખરીદી નહિ જાેવા મળતા ભારે મોટી મુંજવણમાં જાેવા મળી રહ્યા છે અને આ મંદીના કારણે વેપારીઓએ રાજય સરકાર સમક્ષ સહાય મદદની માંગ કરી રહ્યા છે. લાઠી શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ મેઘાભાઈ ડાંગર એ કહ્યું હાલની વેપારીઓ માટે પરિસ્થિતિ કઠણ છે એટલી મારી લાઈફમાં ઘણા વર્ષોથી બિઝનેસ કરું છુ પણ અત્યારે હીરા ઉધોગમાં મંદી છે ખેતીમાં કપાસમાં કે કોઈ પણ વાવેતરમાં એટલું બધું નબળું છે એટલી બધી મંદી છે અમારી લાગણી હવે એવી છે સરકાર વેપારીઓ સામે જુએ અને થોડો સહયોગ કરે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution