/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

રાજયમાં સ્કુલો ખુલી હોવા છતાં વાલીઓ વિદ્યાર્થીઓને સ્કુલે મોકલતા ખચકાય છે, જાણો કારણ

અમદાવાદ-

કોરોનાની બીજી લહેર હવે ઓસરી રહી છે. ત્યારે ગુજરાત સરકાર ધોરણ ૬થી ૮ના વર્ગો ફરીવાર શરૂ કરી રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે સ્કૂલો ઑફલાઈન શરૂ કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓને ૫૦ ટકા કેપેસિટી સાથે ભણાવવામાં આવી રહ્યા છે. વાલીઓને પણ મનમાં ત્રીજી લહેરની ચિંતા સતાવી રહી છે, જેને કારણે તેઓ પોતાનાં બાળકને સ્કૂલમાં ઑફલાઈન અભ્યાસ માટે મોકલવાનું ટાળી રહ્યા છે.શહેરની ૫૦ થી પણ વધારે શાળાઓમાં ધોરણ ૬ થી ૮ માં વિદ્યાર્થીઓને ઓફલાઇન અભ્યાસ માટે મોકલવા માટે એક પણ વાલીઓએ સંમતિ આપી ના હોવાનું જાણવા મળ્યું છે. મોટાભાગના વાલીઓ થોભો અને રાહ જુઓની નિતિ અપનાવી રહ્યા છે.

નવા સત્રની શરૂઆત પછી પ્રથમ વાર ધોરણ ૬ થી ૮ ની શાળાઓ ઓફલાઇન માધ્યમથી શરૂ કરવામાં આવી રહી છે. કોરોના કેસ વધતાં ગત સત્રમાં ૧૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા વર્ગો મહિનામાં જ બંધ કરવા પડયા હતા.૨ સપ્ટેમ્બરથી ધોરણ ૬ થી ૮ નું શૈક્ષણિક કાર્ય શરૂ થશે. શિક્ષણ સમિતિની ૧૨૦ જેટલી શાળાઓમાં ૫૦ ટકા વાલીઓની સંમતિ આપી છે. જયારે ૩૫૦ ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓમાં માંડ ૨૦ ટકા વાલીઓએ સંમતિ આપી છે. જે મુજબ ૪૭૦ સ્કૂલના ૮૦ હજાર બાળકો પૈકી ૨૮ હજાર વિદ્યાર્થીને વર્ગમાં ભણાવવા વાલીઓએ તૈયારી બતાવી છે. ધોરણ ૬ થી ૮ માં ૮૦ હજાર બાળકો અભ્યાસ કરી રહ્યા છે. દોઢ મહિના પહેલા ઓફલાઇન મોડથી શરૂ થયેલા ધોરણ ૯ થી ૧૨ માં ૫૦ ટકા હાજરી નોંધાઇ રહી છે. ધોરણ ૬ થી ૮ની સ્કૂલો ગુરુવાર ૨ સપ્ટેમ્બરથી શરૂ કરવા માટેનો ર્નિણય લેવામાં આવ્યો છે. શહેર-જિલ્લામાં ૪૭૦ જેટલી સ્કૂલોના ૮૦ હજાર બાળકોને ઓનલાઇનમાંથી મુક્તિ મળશે. ગત સત્રમાં ૧૮ ફેબ્રુઆરીએ શરૂ થઇ સ્કૂલો શરૂ થઇ હતી માર્ચમાં સેકન્ડ વેવ સમયે સ્કૂલો બંધ કરાઇ હતી. અત્યારે ધોરણ ૯ થી ૧૨ ના વર્ગો ચાલી રહ્યા છે તેમાં પણ માંડ ૫૦ ટકા હાજરી થઇ રહી છે જેથી ધોરણ ૬ થી ૮ માં પણ વિદ્યાર્થીઓની સંખ્યા ૧૫ થી ૨૦ ટકા રહે તેવી શકયતાઓ છે. શાળાઓ દ્વારા વાલીઓના સંમતિ પત્રકો મંગાવવામાં આવ્યા છે જેમાં સરકારી શાળાઓમાં વધારે વાલીઓએ વિદ્યાર્થીઓને સ્કૂલો મોકલવા માટે હા પાડી છે. શિક્ષણ સમિતિની ૧૨૦ જેટલી શાળાઓમાં ૫૦ ટકા વાલીઓની સંમતિ આપી છે. જયારે ૩૫૦ ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓમાં માંડ ૨૦ ટકા વાલીઓએ સંમતિ આપી છે.ધો. ૬થી ૮ના શરૂ થનાર વર્ગોમાં સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્કના નિયમો પણ પાળવાના રહેશે.જે તે સંસ્થાએ હેન્ડ વોશ અને સેનેટાઇઝરની વ્યવસ્થા પૂરી પાડવાની રહેશે. ઓફલાઇન સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવુ પડશેે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution