ભરૂચ

નેત્રંગ તાલુકા પંચાયતની ૧૬ બેઠકો અને જિલ્લા પંચાયતની ૩ બેઠકો માટેની પણ ચૂંટણીની લક્ષી તડામાર તૈયારીઓ ચૂંટણી અધિકારીઓ દ્વારા ચાલી રહી છે. નેત્રંગ ખાતે આવેલ શ્રીમતી એમ.એમ.ભક્ત હાઇસ્કુલના સાંસ્કૃતિક હોલ ખાતે ૨૨મી ફેબ્રુઆરી ના રોજ થી ઇવીએમ તપાસ અને સીલિંગની કામગીરી તાલુકા વિકાસ અધિકારી અલ્પનાબેન નાયર અને મામલતદાર એલ.આર.ચૌધરી તેમજ ચૂંટણી અધિકારી અજયભાઈ પટેલની ઉપસ્થિતમાં ચાલી રહી છે. આ કામગીરીમાં ૧૦ શિક્ષકો,૧૦ તલાટીઓ અને ૭ આઇ.ટી.આઇ ના ઈન્સ્ટ્રક્ટરો જાેડાયા છે.

જેઓએ તાલુકા અને જિલ્લા પંચાયતની તમામ બેઠકોના બૂથ વાઇસ મૂકવામાં આવનાર ઇ.વી.એમને ચેક કરી તેઓને સીલિંગ કર્યા હતા. કુલ ૮૯ બૂથ પર તાલુકા પંચાયતની ૧૬ બેઠકોના ૮૯ બૂથ અને જિલ્લા પંચાયતની ૩ બેઠકો માટેના ૮૯ બૂથના કુલ ૧૭૮ ઇ.વી.એમ અને અન્ય ૨૨ રીઝર્વ મળી કુલ ૨૦૦ જેટલા ઇ.વી.એમનું ખાત્રી પૂર્વક અધિકારીઓ સાથે રહી ચેકિંગ અને સીલિંગ કરવામાં આવ્યું હતું.