CBSE ધો.12ના પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓની 16 ઓગષ્ટથી 15 સપ્ટેમ્બર દરમિયાન પરિક્ષા
03, ઓગ્સ્ટ 2021

અમદાવાદ-

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા સીબીએસઇ 12મી કમ્પાર્ટમેન્ટ/ઇમ્પ્રૂવમેન્ટ પરીક્ષા સંબંધિત મહત્વની નોટિસ બહાર પાડી છે. સીબીએસઈના જણાવ્યા અનુસાર 16 ઓગસ્ટથી 19 સપ્ટેમ્બર 2021 સુધી એવા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાઓ લેવામાં આવશે, જેઓ તેમના પરિણામથી સંતુષ્ટ નથી અથવા માર્ક્સ સુધારવા માટે પરીક્ષામાં હાજર રહેવા ઈચ્છે છે. નોંધનીય છે કે વિદ્યાર્થીઓ સીબીએસઇ દ્વારા બહાર પાડવામાં આવેલા મુખ્ય 19 વિષયોની કમ્પાર્ટમેન્ટ પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ સાથે ધોરણ 10ના કમ્પાર્ટમેન્ટ વાળા વિદ્યાર્થીઓ માટે પણ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે.

સાથે સાથે જ 2019ની પરીક્ષામાં ભાગ લેનારા જે વિદ્યાર્થીઓનું પરિણામ કમ્પાર્ટમેન્ટ જાહેર થયું છે અને જુલાઈ 2019માં આપેલા ફર્સ્ટ ચાન્સમાં પાસ નથી થયા, તેમને બીજી તક આપવા માટે જણાવવામાં આવ્યું હતુ, એવા વિદ્યાર્થી પણ ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં આયોજિત થનારી પરીક્ષામાં ભાગ લઇ શકે છે. આ પ્રકારે 2020ના પરિણામમાં કમ્પાર્ટમેન્ટ મેળવનારા વિદ્યાર્થી પણ પ્રાઇવેટ વિદ્યાર્થી તરીકે આ પરીક્ષામાં ભાગ લઇ શકશે.

સીબીએસઇ બોર્ડે જણાવ્યું કે જે વિદ્યાર્થી પોતાના પરીણામથી સંતુષ્ટ નથી અને પરીક્ષામાં બેસવા માગે છે, તેમને કોઇ પણ પ્રકારની ફી નહીં ચુકવવી પડે. તેની સાથે જ 2019 અથવા 2020ના કમ્પાર્ટમેન્ટ સેકન્ડ અટેમ્પ્ટવાળા વિદ્યાર્તીઓને પણ કોઈ ફી નહીં ચુકવવી પડે કારણ કે તેઓએ પહેલા જ કમ્પાર્ટમેન્ટ ફી ચુકવી દીધી છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12નું રિઝલ્ટ આ સપ્તાહે જાહેર થયું હતું.

આમાં અંગ્રેજી કોર, શારીરિક શિક્ષણ, વ્યાપાર અભ્યાસ, એકાઉન્ટન્સી, રસાયણશાસ્ત્ર, રાજકીય વિજ્ઞાન, જીવવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માહિતી વિજ્ઞાન પ્રથાઓ, કોમ્પ્યુટર વિજ્ઞાન, ગણિત, હિન્દી (વૈકલ્પિક), હિન્દી (કોર), ભૂગોળ, મનોવિજ્ઞાન, ગૃહ વિજ્ઞાન, ભૌતિકશાસ્ત્રનો સમાવેશ થાય છે. અને ઇતિહાસ વિષયોનો સમાવેશ થાય છે. પરિપત્ર મુજબ, 2021 ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ જો તેમના ગુણથી સંતુષ્ટ ન હોય તો કમ્પાર્ટમેન્ટની પરીક્ષા આપી શકે છે. ત્યારબાદ પરીક્ષાના પરિણામો અંતિમ અને માન્ય રહેશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution