બનાસકાંઠા-

છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર ભારતમાં પડી રહેલ ભારે હિમવર્ષાના પગલે તેની સીધી અસર ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ જોવા મળી રહી છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉત્તર ભારતમાં દર વર્ષે પડતી હિંમત આની સીધી અસર બનાસકાંઠા જિલ્લાના અડીને આવેલ માઉન્ટ આબુ પર સીધી જોવા મળે છે. આ ઠંડીનો લાભ લેવા દર વર્ષે શિયાળામાં માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડે છે.માઉન્ટમાં સવારે 11 વાગ્યા સુધી હાડ થીજવતી ઠંડી ના કારણે લોકો બહાર નીકળી શકે તેવી સ્થિતિ નથી. કડકડતી ઠંડી થી પોલોગ્રાઉન્ડ પરનું ઘાસ તેમજ પાણીના કુંડા તેમજ નખી લેક ની બોટ માં પણ બરફ જામી ગયો હતો. કાશ્મીર જેવો એહસાસ માઉન્ટની અંદર સહેલાણીઓ કરી રહ્યા છે. અસહ્ય ઠંડીના કારણે લોકો હાલાકીનો સામનો તો કરીજ રહ્યા છે, પરંતુ સાથે સાથે સહેલાણીઓ કડકડતી ઠંડીનો આનંદ માણી રહ્યા છે.ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાની સીધી અસર બનાસકાંઠા જિલ્લાના ડીસામાં સૌથી વધુ જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદના પગલે હાલમાં શહેરમાં ત્રણ ડિગ્રી ઠંડીમાં તાપમાન ઘટવા પામી છે. જેના કારણે આ ઠંડીની સીધી અસર લોકોના જનજીવન પર જોવા મળી રહી છે. જ્યાં લોકો ઠંડીના કારણે હાલમાં મોડે સુધી ઓછી સંખ્યામાં બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. ડીસા શહેરમાં દર વર્ષે બનાસકાંઠા જિલ્લાની સૌથી વધુ ઠંડીનો સામનો લોકોએ કરવો પડે છે. ત્યારે આ વર્ષે પણ છેલ્લા ત્રણ દિવસથી હાડ થીજવતી ઠંડી લોકો અનુભવી રહ્યા છે.