વડોદરા,તા.૨૪ 

બારમાસી ખાદ્યતેલ ભરવાની હાલમાં સિઝન ચાલી રહી છે ત્યારે સિંગતેલ સહિતના ખાદ્યતેલોના ભાવમાં જે રીતે ઉંચી ભાવ સપાટી જાેવા મળી રહી છે ત્યારે આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવનો ભડકો ગ્રાહકોના બજેટને અસર કરશે. બીજી તરફ ગ્રાહકોએ પણ તેમની ખરીદીનો પ્રકાર હવે બદલી નાંખ્યો છે. વેપારી વપરાશમાં ઉપયોગમાં લેવામાં આવતા પામોલીનના ભાવ પણ હાલમાં ઉંચી સપાટીએ જાેવા મળી રહ્યા છે. જે રીતે ખાદ્યતેલના ભાવમાં ભડકો જાેવા મળી રહ્યો છે તેના પગલે આગામી સમયમાં લેભાગુ તત્વો દ્વારા ખાદ્યતેલોમાં ભેળસેળ પણ મોટા પ્રમાણમાં ચાલશે.સિંગતેલના ૧૫ લીટરના ભાવ આજે રૃ.૨૨૪૦ની સપાટીએ રહ્યા હતા. જ્યારે કપાસિયા તેલ ૧૫ લીટરના રૃ.૧૯૦૦ની સપાટીની આસપાસ રહે છે. ગુજરાતીઓ અગાઉ માત્ર સિંગતેલનો જ ઉપયોગ ભોજન બનાવવા માટે કરતાં હતા તેમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કપાસીયા તેલે ગણનાપાત્ર હિસ્સો કબજે કર્યો હતો. હવે ગ્રાહકોએ સનફ્લાવર તેલને પણ અપનાવી લીધું છે. બીજી તરફ ખાદ્યપદાર્થોની બનાવટમાં વેપારી ક્ષેત્રે પામોલીન તેલનો ૬૦ ટકા ઉપરાંત ઉપયોગ થવા માંડ્યો છે. આમ પામોલીન તેલની વેપારી ઉપયોગમાં બોલબાલા રહી છે. ત્યાર બાદ કપાસિયા તેલનો ઉપયોગ થાય છે. મકાઇના તેલનો વપરાશ પણ ગ્રાહકોએ કેટલાક વર્ષોથી શરૃ કર્યો છે પણ તેનું પ્રમાણ ઓછું છે. આજે મકાઇના તેલના ૧૫ લીટરના ડબ્બાનો ભાવ રૃ.૧૮૩૦

રહ્યો હતો.

સેચ્યુરેટેડ ફેટ ઓછું હોય તેવું તેલ આરોગો

નિષ્ણાતોના જણાવ્યા મુજબ એચડીએલમાં લોરિક એસિડ નામનું કેમિકલ હોય છે. જેને સી ૧૨ ફેટી એસિડ કહેવાય છે. જે લાંબી ચેઇન વાળા ફેટી એસિડ હોય છે અને તે લીવરમાં જમા થાય છે. જેનાથી આરોગ્યની મુશ્કેલીઓ ઉભી થાય છે. આથી નિષ્ણાતો જણાવે છેકે, જે તેલમાં સેચ્યુરેટેડ ફેટ ઓછા પ્રમાણમાં હોય તે ખાવું સારું હોય છે. આ તેલ પણ ઓછા પ્રમાણમાં જ આરોગવું જાેઇએ. પોલીઅનસેચ્યુરેટેડ ફેટ અને ઓમેગા – ૩ , ૬ ફેટ વાળા તેલ ખાવા જાેઇએ.જેનાથી લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું હોય છે, અને શરીરને જરૃરી ફેટી એસિડ અને વિટામીન પણ મળી જાય છે. ઓલિવ ઓઇલનો વધુ ઉપયોગ હાર્ટની બિમારીઓની આશંકાને પાંચ થી સાત ટકા સુધી ઓછી કરે છે. પોલી અનસેચ્યુરેટેડ અને મોનોસેચ્યુરેટેડ ફેડ વાળા ફેટી એસિડ ઘણા

તેલમાં જાેવા મળે છે.

તેલનો ઓછા પ્રમાણમાં ઉપયોગ જરૂરી

સંશોધકોના મતે કોઇ પણ તેલ ઓછા પ્રમાણમાં ખાવામાં જ આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. ભારતમાં સરસિયાથી લઇને સિંગતેલ અને અળસીના તેલ વાનગીઓ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જાેકે નિષ્કર્ષ એ નિકળે છેકે, જે પણ તેલ આરોગવામાં આવે તને ઘણું વધુ ગરમ ન કરવું. વારંવાર ગરમ કરીને ઉપયોગમાં ન લેવું અને સંયમિત રહીને જ તેલનો ઉપયોગ કરવો તે આરોગ્ય માટે લાભદાયક છે.