દિલ્હી-

ફેસબુકે થાઇલેન્ડના રાજાની ટીકા ટિપ્પણી કરનારા 10 લાખ લોકોના એક સમૂહને બ્લોક કરી દીધા છે. વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યકિતનું સશકત માધ્યમ ગણાતા સોશિયલ મીડિયામાં આગળ જતા કોઇ જ નવા જ એંધાણ મળી રહયા છે. થાઇલેન્ડમાં છેલ્લા કેટલાક સમયથી રાજાશાહી મોડેલવાળા શાસનમાં સુધારણા લાવવા યુવાઓ વિરોધ પ્રદર્શન કરી રહયા છે અને ફેસબુક જેવા સોશિયલ માધ્યમમાં તેની અભિવ્યકિત પણ દેખાતી હતી. ફેસબુકે રાજાશાહીની પોતાના પ્લેટફોર્મ પર ટિકા કરનારાના એકાઉન્ટ બ્લોક થતા વિરોધ પ્રદર્શનકારીઓમાં કચવાટ જોવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ રોયલિસ્ટ માર્કેટપ્લેસ નામનું એક ગ્રુપ ભોગ બન્યું છે તેને ગત એપ્રિલ માસમાં રાજાશાહીના ટિકાકાર ગણાતા પવિન ચાચાવલપોંગપુને સર્જયું હતું. આ ગ્રુપને બ્લોક કરતા મેસેજમાં લખવામાં આવ્યું છે કે ડિજિટલ ઇકોનોમી સમાજ મંત્રાલયના કાયદેસરની ભલામણથી થાઇલેન્ડમાં આ ગ્રુપને પ્રતિબંધિત કરવામાં આવે છે. સરકાર ફેસબુક પર કાયદાકિય પગલા ભરવાની તૈયારી કરી રહયું હોવાથી આ પગલું ભર્યુ હોવાનો ફેસબુકે બચાવ કર્યો છે.