સાન ફ્રાન્સિસ્કો-

ભારતીય જનતા પક્ષે ૨૦૧૯ના જાન્યુઆરીમાં લોકસભાની ચૂંટણી પહેલાં ફેસબુકને ૪૪ પેજની એક યાદી આપી હતી. જેમાંના કેટલાક વિશે ફરિયાદ કરીને એ પેજ બંધ કરવાની વિનંતી ફેસબુકને કરી હતી. એવા પેજમાં પત્રકાર રવીશ કુમાર, ભીમ આર્મી અને બીજા થોડાક પેજનો સમાવેશ હતો.

ફેસબુકે ભાજપની વિનંતી સ્વીકારીને એ પેજ બંધ કર્યા હતા અને ભાજપની ભલામણથી અગાઉ બંધ થયેલા સત્તરેક પેજ ફરી સક્રિય કર્યા હતા. ફેસબુકે એ ૧૭ પેજ ભૂલથી બંધ કર્યા હોવાનો ખુલાસો ભાજપ સમક્ષ કર્યો હતો. ભાજપે વિરોધ કરેલોએ પેજિસમાં ભીમ આર્મી ઉપરાંત વી હેટ બીજેપી પેજ, કોંગ્રેસને ટેકો આપતા પેજિસ અને ધ ટ્રુથ ઑફ ગુજરાત જેવા કેટલાક પેજિસનો સમાવેશ થયો હતો.  

આ બાબતની ફરિયાદ ભાજપ તરફથી મળ્યા બાદ ફેસબુકે એ પેજિસ બંધ કર્યા હતા. જે લિસ્ટમાં પેજમાં પત્રકાર રવીશ કુમાર અને સિનિયર પત્રકાર વિનોદ દુઆના પેજનો પણ સમાવેશ થયો હતો.

ગયા વર્ષના નવેંબરમાં ભાજપે ફેસબુકને અગાઉ બંધ થયેલાં ૧૭ પેજિસ ફરી શરૂ કરવાની વિનંતી કરી હતી. ફેસબુકે એ ૧૭ પેજ ભૂલથી બંધ થઇ ગયા હોવાનું જણાવીને એ ૧૭ પેજ ફરી સક્રિય કર્યા હતા.