ગાંધીનગર, ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થસે તેવો એક પરિપત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો જાેકે આ પરિપત્ર વાઇરલ થતાં શિક્ષણ બોર્ડ દ્વારા તપાસ કરવામાં આવતા આ પરિપત્ર ફેક છે અને આ પરિપત્ર વાઇરલ થતાં શિક્ષણ બોર્ડ દ્વારા પોલીસ ફરિયાદ નોધવામાં આવી છે. શિક્ષણ બોર્ડના સચિવ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ પરિપત્ર કોઈ વ્યક્તિ દ્વારા વાઇરલ કરવામાં આવ્યો છે અને આ શાળાઓ અને વિધાર્થીઓને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. જાેકે આ વ્યકતી વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જૂન મહિના ના પહેલા વીકમાં જાહેર કરવામાં આવે તેવી શ્ક્યતાઓ છે હજી પરિણામ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. પરિણામ કઈ તારીખે જાહેર થશે તેની તારીખો જાહેર કરવામાં આવશે. અત્યારે હાલ ધોરણ ૧૨ સાયન્સ અને ગુજકેટ નું પરિણામ જાહેર થયું છે. બોર્ડના સચિવ એ વધુમાં જણાવ્યુ હતું કે કોઈ પણ શાળા કે વિધાર્થીઓને આ પરિપત્રથી ગેરમાર્ગે દોરવું નહીં.