અમદાવાદ-

પાલડીમાં રહેતા એક યુવકે નવરંગપુરાની એક બેંકમાં એકાઉન્ટ ખોલાવીને ટીડીઆઈ ઈન્ફ્રાસ્ટકર લીમીટેડ કંપનીના નામે ખોટી સહી કરી રૂ.42.80 લાખનો ચેક ટ્રાન્સફર કરાવી પૈસા ઉપાડી ઠગાઈ અને વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે બેંકના મેનેજરે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

એલીસબ્રિજમાં રહેતા અને નવરંગપુરા સીજી રોડ ટેલીફોન એક્ષચેન્જની સામે જતન કોમ્પલેક્ષના ગ્રાન્ડ ફ્લોર પર ઈન્ડીયન બેંક બ્રાંચમાં મેનેજર તરીકે નોકરી કરતા કાર્તિકેય ગત વર્ષે 17 તારીખે પાલડી ખાતે રહેતા વિજય નાયક બેંકમાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે, મારી કે.ડી.એન્ટરપ્રાઈઝ પુણ્યભુમી કોમ્પલેક્ષ નારણપુરા ના નામે એકાઉન્ટ ખોલાવવું છે જેથી જરૂરી ડોક્યુમેન્ટ આપીને વિજયભાઈએ કાર્તિકેય ભાઈની બેંકમાં ખાતું ખોલાવ્યું હતું. જો કે થોડા દિવસ પછી ટીડીઆઈ ઈન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ નામનો ઈન્ડીયન બેન્કનો એક ચેક રૂ.42.80 લાખ કેડીએન્ટ્રપાઈઝના ખાતામાં ટ્રાન્સફર થયા હતા. જો કે તે વખતે બેંકમાં જમા કરવામાં આવ્યા હતા. જો કે બેંકના દિલ્લીના મેઈલ આઈડીમાં એવુ જણાવ્યું હતું કે, ન્યુ દિલ્લી મેઈન બ્રાંચનો ચેક ટ્રાન્સફર થયેલ છે જે ચેક ધારક ટીડીઆઈ ઈન્ફ્રાસ્ટકચર લીમીટેડ નાઓએ બેંકમાં આવ્યા હતા અને રૂ.42.80 લાખ ટ્રાન્સફર કરેલ તે અસલ ચેક તેઓ પાસે છે જો કે કેડીએન્ટરપ્રાઈઝના નામે કોઈએ ચેર ઈસ્યુ કરાવેલ છે. આ અંગેની જાણ કાર્તિકેયભાઈને થતા તપાસ કરાવી હતી. જેમાં વિજય નાયકે તેમની બેંકમાં એકાઉન્ટ ખોલાવીને ખોટો અને બનાવટી ચેક બનાવી તેમા ખાતા ધારક ટીડીઆઈ ઈન્ફ્રાસ્ટકર લીમીટેડ નાઓની ખોટી સહી કરીને બેંકમાં ટ્રાન્સફર કરી રૂ.42.80 લાખ ઉપાડી ઠગાઈ અને વિશ્વાસઘાત કર્યો છે. આ અંગે કાર્તિકેયભાઈએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં વિજય નાયકના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.