રાવળીયાવદર ગામે ગુજરાતના સુપ્રસિધ્ધ ગાયક નવનિયુક્ત સરપંચની મુલાકાતે
04, જાન્યુઆરી 2022

ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા તાલુકાની ૪૫ ગ્રામ પંચાયતની ચુંટણીના પરીણામ હાલમા જ જાહેર થયા છે જેમા સૌથી વધુ ઉમરના વૃધ્ધાની માંડીને સૌથી ઓછી ઉમરના યુવાઓ સરપંચ તરીકે નિયુક્ત થયા છે ત્યારે ધ્રાંગધ્રા પંથકના રાવળીયાવદર ગામે યુવા અને જાગૃત સરપંચ તરીકે પ્રતિનિધિત્વ પામેલા રતનસિંહ ઠાકોર સાથે ગુજરાતના સુપ્રસિધ્ધ ગાયક તથા કલાકાર જીજ્ઞેશ કવિરાજ રુબરુ મુલાકાતે આવ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી જ્યારે ગાયક જીજ્ઞેશ કવિરાજે મુલાકાત કરી હાલ ભાજપ સરકાર દ્વારા શહેરની સાથે ગામોમા પણ વિકાસ શરુ કરાયો છે ત્યારે નવનિયુક્ત યુવા અને એજ્યુકેશન ધરાવતા રાવળીયાવદર ગામના સરપંચે આગામી સમયમા પાંચ વષઁ વિકાસના કામો કરશે તેવી બાહેધરી આપી જીજ્ઞેશ કવિરાજે સરપંચને શુભેચ્છા પાઠવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution