નેટફિલકસ માટે હવે ફરહાન અખ્તર સિરીઝ બનાવશે!
06, જુલાઈ 2020

રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર પોતાના બેનર નએકસલ એન્ટરટેઈનમેન્ટથ હેઠળ કવોલીટીસભર વેબસીરીઝ બનાવી રહ્યા છે. તેઓ ઓટીટી પ્લેટફોર્મ્સ માટે એક પછી એક દમદાર શો આપી રહ્યા છે. એકસલ એન્ટરટેઈનમેન્ટના એમેઝોન પ્રાઈમ વિડીયો પર એક-બે નહીં ત્રણ-ત્રણ શો સફળ રહ્યા છે જેમાં નમિર્ઝાપુરથ, નમેઈડ ઈન હેવનથ અને નઈનસાઈડ એજથનો સમાવેશ થાય છે. એમેઝોન પ્રાઈમ સાથેની પાર્ટનરશીપ બાદ આ પ્રોડકશન હાઉસે ટોચના પ્લેટફોર્મ નેટફિલકસ સાથે પણ ડીલ સાઈન કરી છે.

60ના દાયકાનું બેકડ્રોપ ધરાવતા આ પિરીયડ ડ્રામા શોનું કામચલાઉ શીર્ષક નકવીન ઓફ હિલ્સથ રાખવામાં આવ્યું છે. શોની વાર્તા મુંબઈમાં રહેતી બે મહિલાઓની જિંદગી પર આધારીત હશે. આ વિશે આધારભૂત સ્ત્રોતનું કહેવું છે કે નઆ શો નબોમ્બે વેલ્વેટથ ફિલ્મ જેવી ફીલિંગ આપશે અને એ માટે નેટફિલકસે પ્રોડકશન હાઉસને બે દમદાર ચહેરાઓને કાસ્ટ કરવાનું જણાવ્યું છે. હાલ આ શોનું કામ પ્રિ-પ્રોડકશન સ્ટેજમાં છે અને એ 2021માં રિલીઝ થઈ શકે છે.

એમેઝોનની નઈનસાઈડ એજથના રાઈટર અને ડિરેકટર કરણ અંકુમાન નકવીન ઓફ હિલ્સથને ડિરેકટ કરવાના છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution