અરવલ્લી,શામળાજી,તા.૨૪ 

શામળાજી વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસતા લોકો અને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. છેલ્લા દસ દિવસના વિરામ બાદ આજે વહેલી સવારે શામળાજી પંથકમાં ધોધમાર વરસાદનું આગમન થતાં ખેડૂતો અને પશુપાલકો ખુશ થઈ ગયા હતા. લાંબા સમયનાં વિરામ બાદ મેઘરાજાનું આગમન થતાં ખેડૂતોમાં નવસંચાર જોવા મળ્યો હતો. સતત બે કલાક સુધી વરસાદ પડતાં હાઈવે પર, મંદિર જવાનાં રોડ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી ઉકળાટથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્‌યા હતા. દરમિયાનમાં ધોધમાર વરસાત વરસતા વાતાવરણમાં ઠંડક છવાઇ જતા લોકોએ ઉકળાટ સામે રાહત અનુભવી હતી. જ્યારે વરસાદના અભાવે સુકાઇ રહેલી ખેતીને પણ જીવતદાન મળ્યું છે.આ સાલે ઉત્તર ગુજરાતમાં વરસાદ ખુબ જ નહિવત વરસ્યો છે.