ભૂજવા કેનાલના પાણીથી પ્રાંતિજના ૧૦ ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે
16, સપ્ટેમ્બર 2020

અરવલ્લી/નનાનપુર : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દશ ગામના કિસાનોને ભૂજના કેનાલના પાણીથી આ વખતે શિયાળુ ખેતીને મોટો ફાયદો થનાર છે.આ વખતે વરસાદ ચોમાસામાં અનિયમિત અને પાછળથી આવતાં તાલુકાના કેટલાય વિસ્તારોમાં ખેતી માટે સિંચાઇનો પ્રશ્ન પેચીદો બન્યોહતો પરંતુ લાલપુર ગામના આગેવાન અને પ્રાંતિજ તાલુકા પંચાયતના સદસ્ય લાલસિંહજી ઝાલા તેમજ મેમદપુરના સરપંચ ભૂપતસિંહ દ્વારા સિંચાઇના પ્રશ્ન સંદર્ભે પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિહ પરમાર તેમજ સાંસદ દિપસિહ રાઠોડને રજુઆત કરતા ધારાસભ્ય પરમાર અને સાંસદ રાઠોડે સિંચાઇના અધિકારી ડી.કે.પટેલને સમગ્ર પરિસ્થિતિ નો ચિતાર આપી ખેડૂતોના હિતમાં ભૂજના કેનાલમાં પાણી સત્વરે સિંચાઇનું પાણી નાખવામાં આવે અને તેનો સંપૂર્ણ રીપોર્ટ કરવા જણાવતાં અધિકારી પટેલે કિસાનોના હિતમાં ભૂજના કેનાલમાં પાણી નાખતા આ પંથકના કિસાનોમાં આનંદ વ્યાપ્યો છે. નનાનપુર. સોનારણ રણછોડપુરા મેમદપુર સોનગઢમ ઝીઝવા શાતિપુરા.લાલપર.જેનપુર બાજરીના મુવાડા મતાસણના કિસાનો માટે ભૂજના કેનાલમાં સિંચાઇ આશીર્વાદરૂપ બની છે . ધારાસભ્યના કિસાનલક્ષી અભિગમ અને સરકારના કિસાનલક્ષી કામોથી ખેડૂતો માં આનંદ છવાયો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution