નડિયાદ : આજે ખેડા જિલ્લામાં તાલુકા અને જિલ્લાા કક્ષાના કાર્યક્રમો નડિયાદ અને કપડવંજ મુકામે યોજાયા હતા. આ પ્રસંગે કેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, ખેડૂતો માટે અસરકારક કૃષિ વ્યહવસ્થાપન-કૃષિ ઉત્પાદકતા વધે, કૃષિ ખર્ચમાં ઘટાડો થાય અને ખેડૂત પ્રાકૃતિક સામગ્રી દ્વારા જાતે જ પાક વૃધ્ધિ તરફ વળે તે માટે રાજય સરકાર દ્વારા આત્મનિર્ભળ પેકેજ જાહેર કરાયું છે. સરકારે પસાર કરેલ ખેડૂતો માટેના બિલની સમજણ આપી એકંદરે આ બિલથી ખેડૂતોને જ લાભ થશે તેમ જણાવ્યું હતું.   

જિલ્લો કલેકટર આઇ.કે.પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ફળ અને શાકભાજી ઉત્પાદિનનું સીધે સીધું ગ્રાહકોને વેચાણ થાય, ગુણવત્તા જળવાઇ રહે તે માટે રોડ સાઇડ વેચાણ કરતા નાના વેપારીઓને શેડ રૂપે છત્રીઓનું વિતરણ કરવા માટે વર્ષ ૨૦૨૦-૨૧માં બજેટમાં મોટી જાેગવાઇ કરવામાં આવી હતી. આ લાભ રેશનકાર્ડ દીઢ એક વ્યકિતને દર બે વર્ષે લાભ આપવામાં આવશે. આ માટે આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. કોઇ નાના વેપારીને આ અરજી કરવાની ફાવે નહિ તે તેઓ ખેતીવાડી કચેરીની ઓફિસે અરજી આપી શકશે. ખેડા જિલ્લામાં ૧૮૩૬ છત્રીઓનું વિતરણ કરવામાં આવનાર છે. આ પૈકી માન્ય ૭૮૦ અરજીઓ આવેલ છે. તેઓને મંજૂરી પત્રો આપવામા આવનાર છે. સ્માર્ટ હેન્ડૈ ટુલ કિટ સીમાંત ખેડૂત અને ખેત મજૂરો માટેની યોજના છે. આ યોજનામાં ખેડા જિલ્લાનના જે ખેડૂતોએ અરજી કરી છે તેઓને લાભ આપવામાં આવશે. આ યોજના થકી ખેત મજૂરોને પડતા શ્રમને ધટાડવા તેમજ ખેત કામ ઝડપી કરી શકશે.

આ યોજનામાં ૧૮ ખેત કિટ (સાધનો) માંથી ખેતમજૂર તેઓને જોઇતી કિટ ખરીદી શકશે અને તેઓએ એ કિટની મૂળ રકમના ફકત ૧૦ ટકા રકમ જ આપવાની રહેશે. આ માટે તલાટી કમ મંત્રીનો ખેત મજૂરનો દાખલો પણ જાેડવાનો રહેશે. આ કિટની મદદથી ખેતીના ખર્ચમાં ઘટાડો થશે તેમજ કાર્યક્ષમતામાં વધારો થશે. કલેકટર ત્રીજી યોજનાની માહિતી આપતા જણાવ્યું હતું કે, અગાઉ ખેતરમાં રોઝ-ભૂંડના ત્રાસથી બચવા માટે કાંટાળા વાડની યોજના હતી. તેમાં સુધારો કરી હવે ચાર કે પાંચ ખેડૂત મિત્રો ભેગાં થઇ આ યોજનાનો લાભ લઇ શકશે, જેથી તેઓના ખેત ઉત્પાદનનું રક્ષણ થશે. કલેકટર આઇ. કે. પટેલએ ઉપસ્થિત ખેડૂત મિત્રોને કોરોના સામે રક્ષણની પદ્ધતિઓ જણાવી તેનું ચુસ્તરપણે પાલન કરવા જણાવ્યું હતું.

કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા મદદનીશ ખેતી અધિકારી ધવલભાઇ પટેલ દ્વારા યોજનાની માર્ગદર્શક રૂપરેખા આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિઆત ખેડૂતમિત્રોને મહાનુભાવોને વરદહસ્તે મંજૂરી પત્રો ખેડૂતમિત્રોને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં ધારાસભ્ય અર્જૂનસિંહ ચૌહાણ, જિલ્લા ખેતીવાડી અધિકારી એ.આર.સોનારા, નાયબ બાગાયત અધિકારી હિરેનભાઇ ત્રિવેદી, નાયબ ખેતી નિયામક ભટ્ટ જિલ્લાનાં અગ્રણીઓ, પદાધિકારીઓ તથા ખેડૂતમિત્રો ઉપસ્થિત રહ્યાં હતા.