માંડવી. માંડવી માંથી પસાર થતી કાકરાપાર જમણા કાંઠાની નહેરની બન્ને બાજુ ચોમાસામાં ઊગી નીકળેલ ઝાડી-ઝંખરી ની સાફ-સફાઈ ન થતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને દિવસે પણ નહેર પરથી પસાર થતાં થથરી રહ્યા છે. માંડવી નગરના અંધાત્રી તથા રૂપણ અને વરેઠ વિસ્તારમાંથી પસાર થતી કાકરાપાર નહેર ની બન્ને બાજુ ઝાડી-ઝંખરીઓ દૂર કરી સિંચાઇ વિભાગ દ્વારા આ કામગીરી છેલ્લા ઘણા સમયથી બંધ કરી દેવાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. અંધાત્રી તથા વરેઠ વિસ્તારમાં ઘણી વાર દિપડા દેખાતા હોવાની ચર્ચાનાં કારણે ખેડૂતો દિવસે પણ ઝાડી-ઝંખરી ભરેલા વિસ્તારમાંથી પસાર થતા ડરી રહ્યા છે. સિંચાઇ વિભાગ દ્વારા તાકિદે આવી નડતરરૂપ ઝાડી-ઝંખરીને દૂર કરવામાં આવે તેવી ખેડૂતો તથા આ માર્ગ પરથી પસાર થતા લોકોની માંગ ઉઠી છે.