ફિરોઝાબાદ-

ફિરોઝાબાદ જિલ્લા હોસ્પિટલની સ્થિતિ ખરાબ થતી જઈ રહી છે. અહીં દર કલાકે ૮થી ૧૦ બીમાર બાળકોને દાખલ કરવામાં આવી રહ્યાં છે. તેનાથી બેડની અછત થવા લાગી છે. શહેરમાં સત્ય નગર ટાપા કલાના રહેનારા રાજીવની ૧૨ વર્ષની પુત્રી નંદનીનું આ તાવથી મૃત્યુ થયું. રાજીવે આ અંગે જણાવ્યું કે તેમની પુત્રીને બે દિવસ પહેલા જ તાવ આવ્યો હતો.

હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પરંતુ જીવ ન બચ્યો. ૧૦ના મૃત્યુ થઈ ચુક્યા છે. પિપરૌઠ અને રૈપુરાજાટ ગામમાં હાલ ૬૦થી વધુ લોકો બીમાર છે. અહીં છેલ્લા ૧૫ દિવસમાં ૧૦ લોકોના મૃત્યુ થયા છે. સૌથી વધુ પિપરૌઠ અને રૈપુરાજાટ ગામમાં તાવથી ૨૦થી ૨૫ લોકો બીમાર છે. અહીં છેલ્લા ૪ દિવસમાં બે લોકોના મૃત્યુ થયા છે. જ્યારે રૈપુરાજાટ ગામમાં ૧૨થી વધુ લોકો બીમાર છે. સહારનપુરમાં પણ અજાણી બીમારીનો કહેર છે. અહીંના ટપરી કલા ગામના લગભગ દરેક ઘરમાં એક વ્યક્તિ તાવથી પીડિત છે. શનિવારે એક દિવસમાં લગભગ ૪ લોકોએ અહીં જીવ ગુમાવ્યો હતો. ૧૦૦થી વધુ લોકો અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ છે. ૧૨ લોકો હાયર સેન્ટર પીજીઆઈ ચંદીગઢમાં સારવાર કરાવી રહ્યાં છે. ગામના જાવેદ(૨૫)ને થોડા દિવસો પહેલા જ સામાન્ય તાવ હતો અને માથામાં દુઃખાવો પણ હતો. તેના કારણે તેણે એક ગામના જ ડોક્ટરની દવા લીધી. તાવ તો થોડા સમય માટે ઉતરી ગયો. જાેકે આગલા દિવસે ફરીથી તાવ આવી ગયો. પિતા અકરમનું કહેવું છે કે પુત્ર જાવેદને તાવ આવવાથી તે તેને હોસ્પિટલમાં લઈ ગયા. જાેકે ડોક્ટરે થોડા દિવસ રાખ્યા પછી તેને હોયર સેન્ટર રેફર કર્યો.ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં અજાણ્યા તાવનો કહેર સતત વધી રહ્યો છે. છેલ્લા ૧૨ કલાકમાં ૭ બાળકોના મૃત્યુ થયા છે. સોમવારે મેડિકલ કોલેજ ફિરોઝાબાદમાં નિરીક્ષણ દરમિયાન મુખ્યમંત્રી આદિત્યાનાથ જે બાળકી કોમલને મળ્યા હતા, તેનું પણ મૃત્યુ થયું છે. જિલ્લામાં આ અજાણ્યા તાવથી ૧૫ દિવસની અંદર મૃત્યુ પામનારાઓનો આંકડો ૫૨ થયો છે. મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડો.સંગીતા અનેજાએ જણાવ્યું કે ૨૪૦ બાળકો દાખલ છે. તેમાંથી મોટાભાગનાને ઉલ્ટી અને ડાયરિયાની ફરિયાદ છે. તેમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા લક્ષણ છે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફિરોઝાબાદના ઝ્રસ્ર્ં ડો.નીતા કુલશ્રેષ્ઠને હટાવી દીધા છે. તેમની જગ્યા હવે ડો.દિનેશ કુમાર પ્રેમીને ચાર્જ સોંપવામાં આવ્યો છે.