વડોદરા, તા.૧ 

શહેરના ફતેગંજ પોલીસ મથકના ચકચારી કસ્ટોડિયલ ડેથ મનાતા મામલામાં હાઈકોર્ટના કડક વલણ બાદ પોલીસની તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે શેખ બાજુ ગુમ થવાની ફરિયાદ સયાજીગંજ પોલીસ મથકમાં હોવા છતાં ભેદી રીતે ફતેગંજ પોલીસના પીએસઆઈ અને સંડોવાયેલ મનાતો એક જવાન શેખ પરિવારના કામા રેડ્ડી તેલંગાણા રાજ્યના નિવાસસ્થાને જઈ ફરિયાદીઓને લાલચ આપી હતી જેનો પરિવારજનોએ સ્પષ્ટ ઈનકાર કરી રોષ વ્યક્ત કરતાં પોલીસને ભાગવું પડયું હોવાની માહિતી પ્રાપ્તથ થઈ છે. પોલીસ મથકે પૂછપરછ માટે લવાયા બાદ ગુમ થયેલા શેખ બાબુના પુત્રે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયર્સ કોપિયર્સ દાખલ કર્યા બાદ વડીઅદાલતે વડોદરા પોલીસને તપાસ અંગેના કાગળો અને સીસીટીવી ફુટેજ સાથે આગામી તા.૭મી જુલાઈએ હાજર રહેવાની સૂચના આપી છે. હાઈકોટના વલણને જાતાં ફતેગંજ પીઆઈની ટ્રાફિકમાં અને બીજા ત્રણ જવાનોની બદલી હેડ ક્વાર્ટરમાં કરી દેવાઈ છે જ્યારે એક પીએસઆઈ અને પોલીસ કર્મચારી લાકડાઉન દરમિયાન જ જિલ્લા બહાર બદલી લઈ ચૂકયા છે. 

દરમિયાન અચાનક ફતેગંજ પોલીસ મથકના પીએસઆઈ રાઠોડ અને સંડોવણી બદલ શિક્ષાત્મક બદલી થયેલ પોલીસ કર્મચારી યોગેન્દ્ર શેખ પરિવારના ગામા કામારેડ્ડી પહોંચ્યા હતા અને પરિવારજનોની પૂછપરછના બહાને સમાધાનની વાતો કરવા માંડી હતી. પરંતુ શેખ પરિવારે કોઈપણ સંજાગોમાં શેખ બાબુને શોધી આપવાની માગ પકડી રાખી હતી અને એમને ગુમ થવા બદલ સંડોવણીને કારણે યોગેન્દ્રની બદલી થઈ હોવાની જાણકારી મળતાં શેખ પરિવારમાં રોષ વ્યાપ્યો હતો. વાતાવરણ ગરમ થતું જાઈ મળતાં જ ઈરાદે કામારેડ્ડી પહોંચેલી ફતેગંજ પોલીસ સ્થાનિક પોલીસની મદદથી ઉતાવળે ભાગી છૂટી હતી. હવે સવાલ એ ઊભો થાય છે કે શેખ બાબુ ગુમ થવાની ફરિયાદ સયાજીગંજ પોલીસ મથકે નોંધાઈ છે તો ફતેગંજ પોલીસ તેલંગાણા રાજ્યના કામારેડ્ડી કેમ ગઈ? અને સમાધાનની વાતો કેમ કરવા લાગી જેને લઈને શેખ પરિવારે રોષ પ્રગટ કર્યો છે અને વડીઅદાલતના ધ્યાન ઉપર આ વાત લાવવાનું નક્કી કર્યું છે.